ઇમરાન ખાન :"કાશ્મીરમાં જેહાદનું આહ્વાન કાશ્મીરી અને પાક. હિતોની વિરુદ્ધ"

News18 Gujarati
Updated: October 28, 2019, 11:37 AM IST
ઇમરાન ખાન :
ઇમરાન ખાન

  • Share this:
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે કહ્યું કે કાશ્મીરમાં ભારતીય સેના વિરુદ્ધ જેહાદનું અહ્વાહન અને સશસ્ત્ર સંઘર્ષ, કાશ્મીરોની લડાઇને નુકશાન પહોંચાડી રહી છે. અને તે ઇસ્લામાબાદના હિતોથી પણ વિરુદ્ધ છે. નોંધનીય છે કે પાકિસ્તાની લોકોએ કાશ્મીરીઓના સમર્થનમાં રવિવારે કથિતિ કાળો દિવસ મનાવ્યો. પાકિસ્તાન સરકાર દ્વારા સંચાલિત પાકિસ્તાન ટેલીવિઝન ચેનલ પર પ્રસારિત વીડિયા સંદેશમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે કેટલાક તત્વો કાશ્મીરમાં જેહાદ અને સશસ્ત્ર સંઘર્ષને ભડકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક તત્વો જેહાદ અને ભારતીય સેના વિરુદ્ધ સશસ્ત્ર સંધર્ષને વેગ આપી રહ્યા છે. જે કાશ્મીરી સંધર્ષને મોટું નુક્શાન પહોંચાડી રહ્યા છે. અને તે પાકિસ્તાનના હિતોની પણ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત, કાશ્મીરમાં થઇ રહેલા અત્યાચારને દુનિયાની સામે યોગ્ય ઠરાવીને આતંકવાદ તરફ દુનિયાનું ધ્યાન ખેંચવાની તૈયારીમાં છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓના મુદ્દાનું સમર્થન કરવા માટે કૂટનીતિક અને રાજનૈતિક રૂપથી કોઇ પણ સ્તરે જઇ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન કહ્યું કે આજે હું ભરોસા આપવા માંગુ છું કે કાશ્મીરીઓની સાથે પૂરો દેશ ઊભો છે. અને પાકિસ્તાન તમારી મદદ કરવા માટે કોઇ પણ હદ સુધી જશે. ત્યાં જ તેમણે અલગથી ટ્વટિ કરીને ભારતને કાશ્મીરમાં કર્ફ્યૂ દૂર કરવાની વાત પણ કરી.

ત્યાં જ પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે તે વિશ્વના નેતાઓને ફરી એકવાર કાશ્મીરની સ્થિતિથી અવગત કરાવશે. કાશ્મીરમાં થઇ રહેલી ગતિવિધિઓ વિરુદ્ધ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં કાબુમાં છે તે કાશ્મીરમાં વિભન્ન પાર્ટીઓએ રેલીઓ કરી આ કથિત કાળા દિવસને મનાવ્યો હતો.
First published: October 28, 2019
વધુ વાંચો
अगली ख़बर