Home /News /national-international /Bombay High Court: પુરાવા વગર પતિને વ્યભિચારી અને દારૂડિયો કહેવો એ ક્રૂરતા જેવું છેઃ બોમ્બે હાઈકોર્ટ
Bombay High Court: પુરાવા વગર પતિને વ્યભિચારી અને દારૂડિયો કહેવો એ ક્રૂરતા જેવું છેઃ બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઇકોર્ટ - ફાઇલ તસવીર
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં કહ્યું હતું કે, પુરાવા વગર પતિની બદનક્ષી કરવી, તેને વ્યભિચારી અને દારૂડિયો કહેવો એ ક્રૂરતા સમાન છે. આ સાથે જ કોર્ટે પૂણેના દંપતિની છૂટાછેડાના ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.
મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે, પુરાવા વગર પતિની બદનક્ષી કરવી, તેને વ્યભિચારી અને દારૂ પીને બોલાવવો ક્રૂરતા સમાન છે. આ સાથે જ કોર્ટે પુનાના દંપતિના છૂટાછેડાનો ફોમિલી કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે 50 વર્ષીય મહિલાની અપીલને ફગાવીને 12 ઓક્ટોબરે આ આદેશ આપ્યો હતો. મહિલા અરજદારે પુણેની ફેમિલી કોર્ટ દ્વારા નવેમ્બર 2005માં આપેલા ચુકાદાને પડકાર્યો હતો. જેમાં છૂટાછેડાની મંજૂરી આપવવામાં આવી હતી.
મહિલાનો પતિ નિવૃત્ત આર્મી કર્મચારી હતો. હાઈકોર્ટમાં પેન્ડિંગ ટ્રાયલ ચાલી રહ્યું હતું ત્યારે જ તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ કોર્ટે તેના કાનૂની વારસદારને આ કેસમાં પ્રતિવાદી તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મહિલાએ પોતાની અપીલમાં દાવો કર્યો હતો કે, તેનો પતિ વ્યભિચારી અને દારૂ પીતો હતો, જેના કારણે તે તેને વૈવાહિક અધિકારો આપતો નહોતો. ખંડપીઠે કહ્યું હતું કે, પત્નીએ પતિના ચારિત્ર્ય પર ગેરવાજબી અને ખોટો આરોપ લગાવ્યો છે, જેનાથી સમાજમાં તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે અને તે ક્રૂરતા સમાન છે.
હાઈકોર્ટે તેના આદેશમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહિલાએ પોતાના નિવેદન સિવાયના આરોપોના સમર્થનમાં વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી. મૃતકના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ તેના પતિ પર ખોટા અને બદનક્ષીભર્યા આરોપ લગાવીને માનસિક ત્રાસ આપ્યો હતો. હાઇકોર્ટે ફેમિલી કોર્ટ સમક્ષ પતિ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે, પત્નીએ તેને બાળકો અને પૌત્રોથી અલગ કરી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર