ગ્વાલિયર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં (Gwalior)સંતાનની ઝંખનામાં 2 કોલગર્લની બલિ (Call Girl Sacrifice)માટે ઉફસાવનાર તાંત્રિકના હવે અલગ-અલગ કારનામાં સામે આવવા લાગ્યા છે. ગ્વાલિયરમાં તાંત્રિકે પૈસાની ઠગાઇ પણ કરી છે. તાંત્રિકના સાથીએ પોલીસને (Police) કહ્યું કે સ્ટેશનની આસપાસ ફરતી એક ભિખારી મહિલા પાસેથી કથિત બાબાએ 3 લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. ભિખારી મહિલાએ (Beggar Woman) 3 લાખ રૂપિયા ભીખ ભાંગીને ભેગા કર્યા હતા. પોલીસ સામે આ ખુલાસો તાંત્રિક સખી બાબાના સાથી નીરજ પરમારે કર્યો છે. નીરજ બે વર્ષથી તાંત્રિકની સાથે છે. નીરજના દાવા પછી પોલીસ હવે ભિખારી મહિલાની શોધમાં લાગી ગઈ છે.
નીરજ પરમારે પોલીસને જણાવ્યું કે તાંત્રિકની નજર ભિખારી મહિલા પર પડી હતી. તાંત્રિકે ભિખારીઓ વચ્ચે બેસીને મહિલા સાથે દોસ્તી કરી હતી. તેણે જણાવ્યું કે તે કાળા જાદુ કરવામાં માહેર છે. મહિલાની રાશિ અને નક્ષત્ર એવા છે કે તંત્ર મંત્રથી માયા મેળવી શકે છે. પૈસાની લાલચમાં ભિખારી મહિલા તાંત્રિકની વાતમાં આવી ગઈ હતી. ધીરે-ધીરે સખી બાબા ઉર્ફે ગિરવર યાદવે મહિલા પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા.
પોલીસ મહિલાની શોધ રેલવે સ્ટેશન અને આસપાસના મંદિરોમાં કરી રહી છે. આશંકા છે કે તાંત્રિકે તે મહિલા સાથે કશું ખોટું તો કર્યું નથી ને. જેથી મહિલાની શોધ કરવામાં આવી રહી છે.
સંતાનની ઝંખનામાં કોલગર્લની હત્યા
ગ્વાલિયરના બહોડાપુર મોતીઝીલ નિવાસી બેટૂ ભદોરિયા અને તેની પત્ની મમતા ભદોરિયાના લગ્નના 18 વર્ષ પછી પણ તેમને કોઇ સંતાન ન હતું. બેટૂએ તેનો ઉલ્લેખ મીરા રાજાવત સાથે કર્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે મીરા દેહ વેપાર સાથે જોડાયેલી હતી. તેના પ્રેમી નીરજ પરમારને જ્યારે આ ખબર પડી તો તેણે તાંત્રિક ગિરવર યાદવ ઉર્ફે સખી બાબા સાથે મુલાકાત કરાવી હતી.
બાબાએ સંતાન માટે માણસના બલિ આપવાની વાત કરી હતી. નીરજે બેટૂ ભદોરિયાને જણાવ્યું કે બલિ માટે કોલગર્લનો ઉપયોગ કરી શકો છો કારણ કે તેમની આગળ પાછળ કોઇ હોતું નથી. આ પછી નીરુની વ્યવસ્થા કરી હતી. જેની ગળું દબાવી હત્યા કરી હતી. જોકે હત્યા પહેલા કોલગર્લે દારૂ પીધો હોવાથી તાંત્રિએ બલિનો સ્વીકાર કર્યો ન હતો.
આ પછી શરદ પૂર્ણિમાની રાત્રે કોલગર્લ લક્ષ્મી મિશ્રાની આવી રીતે જ હત્યા કરી હતી. આ બલિ પછી લાશ તાંત્રિકને દેખાડવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક પરથી લાશ પડી જવાથી તેને છોડીને ભાગ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલગર્લની કોલ ડિટેલખી બધા રહસ્યો ખુલી ગયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર