Home /News /national-international /LoveJihad: પ્રેમીએ પ્રેમિકાના 32 ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા, પાંચ મહિના બાદ થયો ખુલાસો

LoveJihad: પ્રેમીએ પ્રેમિકાના 32 ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા, પાંચ મહિના બાદ થયો ખુલાસો

હિન્દુ યુવતીના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા

પોલીસે જણાવ્યું છે કે, 59 વર્ષિય વિકાસ મદાન વાકરે આઠ નવેમ્બરે પોતાની દીકરીના અપહરણની ફરિયાદ દિલ્હીના મહરૌલી પોલીસ ચોકીમાં નોંધાવી હતી.

  મુંબઈ: એક શખ્સે લગ્નની લાલચ આપીને કોલ સેન્ટરમાં કામ કરતી મહિલા સહકર્મીને મુંબઈથી દિલ્હી લઈ ગયો. જ્યારે યુવતીએ લગ્નને પ્રેશર આપ્યુ તો, યુવકે હત્યા કરીને લાશના કેટલાય ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેને દિલ્હીમાં અલગ અલગ જગ્યા પર ફેંકી દીધા. આ ઘટનાનો લગભગ પાંચ મહિના બાદ ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી લીધી છે.

  પોલીસે જણાવ્યું છે કે, 59 વર્ષિય વિકાસ મદાન વાકરે આઠ નવેમ્બરે પોતાની દીકરીના અપહરણની ફરિયાદ દિલ્હીના મહરૌલી પોલીસ ચોકીમાં નોંધાવી હતી. પીડિતે જણાવ્યું હતું કે, તે પરિવાર સહિત મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. પીડિતની 26 વર્ષિય દીકરી શ્રદ્ધા વાકર મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક આંતરરાષ્ટ્રીય કંપનીના કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. અહીં શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઈ. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેઓ લીવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. જ્યારે પરિવારને આ અંગે જાણકારી થઈ તો તેનો વિરોધ કર્યો.

  આ પણ વાંચો: હું તમને પ્રેમ કરું છું બાબુ, સ્વર્ગમાં મળીશ. ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી પ્રેમીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

  ફેસબુકના ફોટોથી યુવતીનું લોકેશન મળ્યું


  શ્રદ્ધાના પિતા વિકાસ મદાન વાકરે કહ્યું કે, વિરોધ કરવા પર દીકરી અને આફતાબ અચાનક મુંબઈ છોડીને ભાગી ગયા. બાદમાં તેમને ખબર પડી કે, તે મહરૌલીના છતરપુર વિસ્તારમાં છે. તેમણે કહ્યું કે, કોઈને કોઈ માધ્યમથી દીકરીના સમાચાર મળતા રહેતા હતા. તેમને ફેસબુક પર અપલોડ કરેલા ફોટો પરથી ખબર પડી કે, શ્રદ્ધા હિમાચલ પ્રદેશ ફરવા ગઈ છે, પણ ત્યાર બાદ કોઈ સૂચના મળી નહીં. બાદમાં ફોન નંબર પર કોલ કર્યા, પણ ત્યાંથી કોઈ જવાબ ન મળ્યો. બાદમાં કંઈક અઘટિત થયું હોવાની શંકા જતાં આઠ નવેમ્બરે છતરપુરના ફ્લેટમાં ગયા જ્યાં દીકરી અને આફતાબ ભાડે રહેતા હતા. ત્યાં તાળું હોવાથી વિકાસ મહરૌલી પહોંચીને પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો.

  લગ્નને લઈને બંનેમાં મોટા ભાગે ઝઘડા થતાં હતા


  પોલીસે ટેક્નિકલ સર્વિલાંસથી આફતાબને શનિવારે શોધી કાઢ્યો હતો. આફતાબે જણાવ્યું છે કે, લગ્ન કરવા માટે થઈને શ્રદ્ધા દરરોજ પ્રેશર કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે ખૂબ ઝઘડા પણ થતાં હતા. એટલા માટે 18મેના રોજ ઝઘડો થયો તો, તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. બાદમાં લાશના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધી. આ ઘટના સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી અને હત્યાની અલગ અલગ કલમમાં ફરિયાદ નોંધી. હાલમાં પોલીસની ટીમ આરોપીના નિવેદન પર લાશના ટુકડા શોધવાની કોશિશ કરી રહી છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Crime news, Murder case, Shraddha Murder Case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन