Home /News /national-international /પશ્ચિમ બંગાળ: ઘર ઘર રાશન યોજના ગેરકાયદેસર, મમતા સરકારને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

પશ્ચિમ બંગાળ: ઘર ઘર રાશન યોજના ગેરકાયદેસર, મમતા સરકારને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

હાઈકોર્ટ તરફથી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો

પશ્ચિમ બંગાળ સરાકર દ્વારા ગત વર્ષએ દુઆરે રાશન યોજના શરુ કરાઈ હતી, જે અંતર્ગત લાભાર્થીઓના ઘર પર સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી રાશન સામગ્રી પહોંચાડવામાં આવી રહી હતી.

    કલકત્તા: પશ્ચિમ બંગાળની મમતા સરકારને કલકત્તા હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસી સરકાર દ્વારા રાજ્યમાં ચલાવામાં આવતી દુઆરે રાશન યોજનાને હાઈકોર્ટે ગેરકાયદેસર ઘોષિત કરી દીધી છે. તેને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમની વિરુદ્ધ ગણાવી છે. તેનો અર્થ એ છે કે, આ વ્યવસ્થા દ્વારા દરવાજા રાશન પહોંચાડવાની યોજના ઠપ્પ થઈ જશે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ સરાકર દ્વારા ગત વર્ષએ દુઆરે રાશન યોજના શરુ કરાઈ હતી, જે અંતર્ગત લાભાર્થીઓના ઘર પર સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી રાશન સામગ્રી પહોંચાડવામાં આવી રહી હતી.

    પહેલા હાઈકોર્ટે કંઈક બીજૂ કહ્યું હતું


    કોર્ટે પોતાના લેટેસ્ટ આદેશમાં ભલે દુઆરે રાશન યોજનાને ગેરકાયદેસર ગણાવી હોય, પણ આ વર્ષે જૂનમાં કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ દુઆરે રાશન યોજનામાં કંઈક ગેરકાયદેસર નથી, જે અંતર્ગત મમતા બેનર્જી સરકાર સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી લાભાર્થીઓના ઘર પર ખાદ્યાન્ન વિતરિત કરે છે. રાજ્ય સરકારની દુઆરે રાશન યોજનાને પડકાર આપતી અરજી પર નિર્ણય સંભળાવતા ન્યાયમૂર્તિ કૃષ્ણ રાવે કહ્યુ હતું કે, પહેલા પણ આવી રીતના મુદ્દા પર રાશન દુકાન વિક્રેતાએ અરજી દાખલ કરી હતી. પણ ત્યારે હાઈકોર્ટે દુઆરે રાશન યોજનામાં હસ્તક્ષેપ કર્યો નહોતો.

    આ પણ વાંચો: ગુલામ નબી આઝાદે કહ્યું- આર્ટિકલ 370 ના હું પાછો લાવી શકું છું, ના કોંગ્રેસ, ના પવાર, ના મમતા બેનરજી

    અરજીમાં આવી માગ કરાઈ હતી


    હાઈકોર્ટ સમક્ષ દાખલ એક રિટ અરજીમાં આગ્રહ કરવામા આવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા 13 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અસંવૈધાનિક છે. જેમાં પશ્ચિમ બંગાળ સાર્વજનિક વિતરણ પ્રણાલી આદેશ 2013ની એક જોગવાઈમાં સંશોધન કરવામાં આવ્યું હતું.

    નવેમ્બર 2021માં શરુ થઈ હતી આ યોજના


    નવેમ્બર 2021માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઆરે રાશન યોજના શરુ કરતા કહ્યું કે, તેનાથી રાજ્યના લગભગ 10 કરોડ લોકોને લાભ થશે. મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણી પહેલા આ યોજનાની શરુઆત કરી હતી. જે અંતર્ગત ડીલર લાભાર્થીઓના ઘર સુધી રાશન પહોંચાડશે. તેમણે કહ્યું હતું કે, સરકારે આવી રીતે લોકો સુધી રાશન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવા માટે વાહન ખરીદીને લગભગ 21,000 રાશન ડીલરને એક એક લાખ રૂપિયાની નાણાકીય સહાય આપશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Calcutta high court, CM Mamata Banerjee

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन