CAG રિપોર્ટ રજૂ: UPAથી 2.86% સસ્તો NDAનો રાફેલ સોદો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે આરોપ લગાવી રહ્યા છે

News18 Gujarati
Updated: February 13, 2019, 4:13 PM IST
CAG રિપોર્ટ રજૂ: UPAથી 2.86% સસ્તો NDAનો રાફેલ સોદો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે આરોપ લગાવી રહ્યા છે
News18 Gujarati
Updated: February 13, 2019, 4:13 PM IST
લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાફેલ પર વિવાદ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે સંસદના બજેટ સત્રના અંતિમ દિવસે મોદી સરકારે રાજ્યસભામાં રાફેલ ડીલ પર CAG રિપોર્ટ રજૂ કરી દીધો છે. લોકસભા પહેલા સરકારે રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો છે. રાજ્યસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 126 રાફેલ પ્લેનના સોદાની તુલનામાં 36 પ્લેનના સોદામાં ભારતે 17.8 ટકા રકમ બચાવી.

CAG રિપોર્ટ અપડેટ્સ

- રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે 2016માં કોઈ કારણ વગર ઈન્ડિયા સ્પેસિફિકેશન એન્હાસમેન્ટ કરવામાં આવ્યું હતું.

- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ ડીલ 2016માં થઈ હતી. તે 2007માં થયેલી ડીલની તુલનામાં 2.8 ટકા સસ્તી હતી. સરકાર આ મામલે 9 ટકા સસ્તી ડીલનો જે દાવો કરી રહી છે તે ખોટો છે.
- ભાજપના કે પી રાધાકૃષ્ણને રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટનું નામ છે CAG report -- Air Force, Performance Audit on “Capital Acquisition in Indian Air Force. જેમાં રાફેલ ડીલની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.

રાફેલ ડીલ પર CAG રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો તે દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓના અનેક નેતા સંસદની બહાર રાફેલ ડીલ સામે વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રાહુલ સહિત અનેક નેતા પીએમ મોદીની તસવીરોવાળા પેપર પ્લેન ઉડાવતા જોવા મળ્યા. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાજ મનમોહન સિંહ અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા.
Loading...


 રાજ્યસભામાં રજૂ થયેલા CAG રિપોર્ટ મુજબ મોદી સરકારે જે રાફેલ પ્લેનની ડીલ કરી છે, તે સસ્તી છે. રિપોર્ટ અનુસાર, રાફેલ પ્લેન 2.86 ટકા સસ્તું છે. જોકે, બિલકુલ તૈયાર અવસ્થામાં રાફેલની કિંમત UPA સરકાર સમય જેટલી જ છે.

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓએ આ ડીલમાં ચોરી કરી છે, જ્યારે ભાજપ અને કેન્દ્ર સરકાર આ ડીલને પારદર્શી હોવાનું કહી રહી છે. હવે આજે રજૂ થયેલા રિપોર્ટ પર સૌની નજર છે.
First published: February 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...