રાફેલ: CAGએ રક્ષા મંત્રાલયને મોકલ્યો ડ્રાફ્ટ રિપોર્ટ, 4 દિવસમાં આપવો પડશે જવાબ

રાફેલ: CAGએ રક્ષા મંત્રાલયને મોકલ્યો ડ્રાફ્ટ રિપોર્ટ, 4 દિવસમાં આપવો પડશે જવાબ
ઉલ્લેખનીય છે કે તે દુનિયાના એક માત્ર તેવા વ્યક્તિ છે જેમની પાસે આટલી મોટી સંખ્યામાં લડાકૂ વિમાન છે. 110 વિમાનોના માલિક તેવા મિશેલ તેમની વિશાળ પ્રોપર્ટીમાં આ તમામ વિમાનોને રાખે છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ પાસે કુલ 90 લડાકૂ વિમાન છે અને શ્રીલંકા પાસે કુલ 76 જ એરક્રાફ્ટ છે જેમાં હેલિકોપ્ટર પણ સામેલ છે.

ખાસ વાત એ છે કે આ ડ્રાફ્ટ રિપોર્ટ આ વખતે સંસદના શિયાળુ સત્રમાં રજૂ નહીં થાય

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ફ્રાન્સની સાથે થયેલા રાફેલ ફાઇટર પ્લેનના સોદાને લઈને રાજકારણ હજુ ગરમ છે. કોંગ્રેસા આ મુદ્દાને લઈને ભાજપને ઘેરી રહ્યું છે. આ દરમિયાન CAGએ રક્ષા મંત્રાલયને રાફેલ પર ડ્રાફ્ટ રિપોર્ટ મોકલી દીધો છે. મંત્રાલયને બે સપ્તાહ પહેલાં આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. CAGએ ચાર સપ્તાહની અંદર આ ડ્રાફ્ટ રિપોર્ટ પર સરકારને જવાબ આપવા કહ્યું છે. જવાબ આપ્યા બાદ CAG અને સરકારની વચ્ચે એક એક્ઝિટ કોન્ફરન્સ થશે, જ્યાં બંને એકબીજાની આમને-સામને સવાલ-જવાબ કરશે. ખાસ વાત એ છે કે આ ડ્રાફ્ટ રિપોર્ટ આ વખતે સંસદના શિયાળુ સત્રમાં રજૂ નહીં થાય.

  ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી દીધી હતી. કોર્ટે ભારત અને ફ્રાન્સની વચ્ચે 23 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલા રાફેલ પ્લેન સોદાની વિરુદ્ધ દાખલ તપાસ સંબંધી તમામ પિટિશનોને ફગાવી દીધી હતી.  રાફેલ ફાઇટર પ્લેન સોદાને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તથ્યાત્મક સુધાર કરવાની પિટિશનને લઈને હુમલો કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકારે રાફેલ ડીલ પર પહેલા તો જનતાને અંધારામાં રાખી, પછી સુપ્રીમ કોર્ટમાં પણ ખોટી જાણકારી આપી. જેથી સુપ્રીમ કોર્ટને ચુકાદો પરત લેવો જોઈએ.

  રાફેલ શું છે?
  રાફેલ અનેક ભૂમિકાઓ નિભાવનારું અને ડ્યૂઅલ એન્જિનવાળું ફ્રાન્સનું ફાઇટર પ્લેન છે એન તેનું નિર્માણ ડસોલ્ટ એવિએશને કર્યું છે. રાફેલ પ્લેનને વૈશ્વિક સ્તરે સૌથી સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.
  Published by:News18 Gujarati
  First published:December 17, 2018, 17:42 IST

  ટૉપ ન્યૂઝ