Home /News /national-international /

CAGએ મોદી સરકારના 19 મંત્રાલયોની રૂ.1179 કરોડની ગેરરીતિ પકડી પાડી

CAGએ મોદી સરકારના 19 મંત્રાલયોની રૂ.1179 કરોડની ગેરરીતિ પકડી પાડી

    દેશના 19 મંત્રાલયો અને તેમના હાથ નીચે રહેલી સંચાલિત સંસ્થાનોમાં નિયમ-કાયદાઓને અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યા છે. ક્યાંક અનાવશ્યક પૈસા વાપરવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાઓ પર નિયમ-કાયદાઓની ઐસી કી તૈસી કરીને દેશના કરોડો રૂપિયાને ચાઉ કરી નાંખવામાં આવ્યા છે. કેગના 2018ના રિપોર્ટ નંબર ચાર અનુસાર આ 19 મંત્રાલયોમાં 1179 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ થઈ છે. ચાર એપ્રિલ 2018ના દિવસે સંસદમાં રજૂ થયેલા આ રિપોર્ટ અનુસાર ગેરરીતિઓ માર્ચ 2017 સુધી નાણાકીય દસ્તાવેજોની ચકાસણી પછી પકડમાં આવી હતી.

    સૌથી વધારે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયમાં નિયમોને અભરાઈ ઉપર ચડાવવાનો મામલો સામે આવ્યો છે. તે પછી વિદેશ મંત્રાલય, સૂચના અને પ્રસારણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સંસ્કૃતિ, ગ્રાહક, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વગેરે મંત્રાલયોમાં પૈસાનું મેનેજમેન્ટ, ખર્ચ સાથે જોડાયેલ હિસાબમાં ગડબડ જોવા મળી હતી.

    દેશની સૌથી મોટી ઓડિટ એજેન્સીએ જનરલ, સોશિયલ અને રેવન્યૂ સેક્ટર સાથે જોડાયેલ 46 મંત્રાલયો અને વિભાગોની ઓડિટ કરી તો આમાં કુલ 19 મંત્રાલયોમાં છેતરપિડીના 78 મામલાઓ પકડમાં આવ્યા છે. તે પણ સામે આવ્યું છે કે, વર્ષની અદર ખર્ચમાં 38 ટકાથી વધારે વધી ગયો છે. 2015-16માં જ્યાં આ મંત્રાલયોનો ટોટલ ખર્ચ 53,34.037 કરોડ રૂપિયા હતો, તે વધીને 73,62,394 થઈ ગયો છે.

    કેગની 2018ની રિપોર્ટ નંબર 4માં 19 મંત્રાલયોમાં 1179 કરોડ રૂપિયાની રકમની અનિયમિતત્તાનો ઉલ્લેખ


    ક્યાં ક્યાં કેવી ગેરરીતિઓ: કેગની રિપોર્ટ અનુસાર, પોતાના જ બનાવેલ બધી જ જોગવાઈઓ અને નિયમોને મંત્રાલયો દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યા છે. યોજનાઓ અને બજેટ મેનેજમેન્ટમાં હદ વગરની બેદરકારી કરવામાં આવી છે. બજેટ ખર્ચ પર જાણે કોઈ નિયંત્રણ જ ના રહ્યું હોય. તમામ મંત્રાલયો અને વિભાગોમાં સ્ટાફને અનિયમિત ચુકવણી પણ થઈ. ખાસ વાત તે છે કે, આ પહેલા થયેલી ઓડિટ દરમિયાન પણ આ ગેરરીતિઓ સામે કેગે ઈશારો કર્યો હતો. વિદેશ મંત્રાલયમાં લગભગ 76 કરોડ રૂપિયાની નોન ટેક્સ આવકની મોટી ગેરરીતિ સામે આવી હતી.

    આમાં ઓડિટ દરમિયાન ખબર પડી કે, ત્રણ મંત્રાલયોએ 89.56 કરોડ રૂપિયાની રકમ લેણદારો પાસેથી વસૂલી જ નથી. આમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ સામેલ છે. નાણાકીય મેનેજેમેન્ટ સાથે જોડાયેલ નિયમ-કાયદાઓને નજર અંદાજ કરવામાં આવ્યા હોવાના કારણે ત્રણ મંત્રાલયોમાં 19.13 કરોડ રૂપિયાનું નુકશાન થયું. આમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં જ્યા 13.76 કરોડ, જ્યારે સંસ્કૃતિ મંત્રાલયમાં 2.26 કરોડ રૂપિયાનું નુકશાન થયું.

    કેગે 2018ની રિપોર્ટમાં નંબર 4માં 19 મંત્રાલયો અને તેમના હેઠળ સંચાલિત સંસ્થાઓમાં થતી ગેરરીતિઓની પોલ ખોલી


    ખાસ વાત તે છે કે, સંસ્કૃતિ, વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને એમએચઆરડીમાં પોતાના જ નિયમોને એકબાજુ મૂકી દેવામાં આવ્યા. આ મંત્રાલયોમાં કુલ દસ મામલાઓ સામે આવ્યા, જેમાં 65.86 કરોડ રૂપિયાની ધનરાશિ સામેલ છે. કેગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના હેઠળ આવનાર એક્સપોર્ટ ઈન્સપેક્શન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, કોલકાતાની ઓડિટ કરી તો ખબર પડી કે રકમને ફિક્સ ડિપોઝિટની જગ્યાએ બચત ખાતમાં રાખવામાં આવી હતી. જેનાથી ઓક્ટોબર 2014થી 2017 વચ્ચે વ્યાજની 13.76 કરોડ રૂપિયાનો સરકારને ચૂનો લાગ્યો.

    ખોટા ખર્ચનો મામલો: કેગે ઓડિટ દરમિયાન કૃષિ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ગૃહ મંત્રાલય, એમએચઆરડીમાં કુલ 18.87 કરોડ રૂપિયાના અનાવશ્ક ખર્ચ પણ પકડવામાં આવ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ યુનિટ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રીશિયન, હૈદરાબાદમાં કુલ 1.52 કરોડના ઉપકરણ બેકાર પડ્યા હતા, જ્યારે 2.13 કરોડ રૂપિયાના ઉપકરણોનો છેલ્લા પાંચ વર્ષથી કોઈ ઉપયોગ જ થયો નથી.

    કેગે 2018ની રિપોર્ટમાં નંબર 4માં 19 મંત્રાલયો અને તેમના હેઠળ સંચાલિત સંસ્થાઓમાં થતી અનિયમિત્તાઓને પકડી પાડી


    આવી જ રીતે ગૃહમંત્રાલય હેઠળ આવેલ દિલ્હી પોલીસે અત્યાધુનિક સિસ્ટમ પર 1.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો પરંતુ સાડા ત્રણ વર્ષ સુધી તેનો ઉપયોગ જ કરવામાં આવ્યો નહી. આઈઆઈટી મુંબઈની ઓડિટ દરમિયાન સંસ્થાએ એક માર્ચ 2016થી 31 માર્ચ 2017ના સમયગાળા દરમિયાન 2.56 કરોડ રૂપિયાનો ટેક્સનો અનિયમિત ચુકવણીનો મામલો પકડમાં આવ્યો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Narendra modi government

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन