સિદ્ધાર્થે 5 લાખમાં શરૂ કર્યુ હતું CCD, આજે 4,000 કરોડની કંપની

કૈફે કોફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ હાલમાં આર્થિક સંકટમાં, સોમવારથી ગુમ

કૈફે કોફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ હાલમાં આર્થિક સંકટમાં, સોમવારથી ગુમ

 • Share this:
  ભારતની જાણીતી કોફી ચેઇન કૈફે કોફી ડેના ફાઉન્ડર વી. જી. સિદ્ધાર્થ ગુમ થયા છે. સિદ્ધાર્થ કર્ણાટક મેંગલુરુ સ્થિત નેત્રાવતી નદીની પાસેથી વુમ થયા હોવાના અહેવાલ છે. પોલીસ એન કોસ્ટગાર્ડની ટીમ તેમની શોધખોળમાં લાગી છે. સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ પણ છે. આવો આપને જણાવીએ કેવી રીતે સિદ્ધાર્થે શરૂ કરી હતી આ કંપની.

  કેવી રીતે થઈ હતી CCDની શરૂઆત

  કૈફે કોફી ડેની શરૂઆત જુલાઈ 1996માં બેંગલુરુની બ્રિગેડ રોડ પર થઈ હતી. પહેલી કોફી શોપ ઇન્ટરનેટ કૈફેની સાથે ખોલવામાં આવી હતી. ઇન્ટરનેટ એ દિવસોમાં દેશમાં પ્રચલિત થઈ રહ્યું હતું. ઈન્ટરનેટની સાથે કોફીની મજા યુવાઓ માટે ખાસ અનુભવ હતો. જેમ-જેમ વ્યવસાયિક ઇન્ટરનેટ પોતાના પગ ફેલાવવા લાગ્યું, સીસીડીએ પોતાના મૂળ વ્યવસાય કોફીની સાથે રહેવાનો નિર્ણય કર્યો એન દેશભરમાં કોફી કૈફના રૂપમાં બિઝનેસ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતના 5 વર્ષોમાં કેટલાક ફૈફે શરૂ કર્યા બાદ સીસીડી આજે સૌથી મોટી કોફી રિટેલ ચેઇન બની ગઈ છે. હાલમાં દેશના 247 શહેરોમાં સીસીડીના કુલ 1,758 કૈફે છે.

  આ પણ વાંચો, Cafe Coffee Dayના માલિક વીજી સિદ્ધાર્થ ગુમ, હેલિકોપ્ટર-બોટથી શોધખોળ ચાલુ

  કૈફે કોફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થનો સંબંધ એવા પરિવારથી છે જેનું જોડાણ કોફીની ખેતીની 150 વર્ષ જૂની સંસ્કૃતિ સાથે છે. તેમના પરિવારની પાસે કોફીના બગીચા હતા, જેમાં મોંઘી કોફી ઉગાડવામાં આવી હતી. આ વેપાર બાદમાં પરિવાર માટે એક સફળ વેપાર તરીકે સ્થાપિત થયો. 90ના દશકમાં કોફી મુખ્યપણે દક્ષિણ ભારતમાં જ પીવાતી હતી અને તેની પહોંચ ફાઇવ સ્ટાર હોટલ સુધી જ હતી. સિદ્ધાર્થ કોફીને સામાન્ય લોકો સુધી લઈ જવા માંગતા હતા. સિદ્ધાર્થનું સપનું અને પરિવારના કોફીના વેપારમાં ઊંડી સમજ જ કૈફે કોફી ડેની શરૂઆતનું કારણ હતું.

  આ પણ વાંચો, 'ઉદ્યોગસાહસિક તરીકે હું નિષ્ફળ ગયો, કોઈને છેતરવાનો ઇરાદો નહોતો' કર્મચારી જોગ ભાવુક પત્ર લખી CCDના માલિક ગુમ

  સિદ્ધાર્થના પિતાએ તેમને કોફીનો બિઝનેસ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું હતું કે જો તેઓ આ બિઝનેસમાં અસફળ રહે તો તેમને પોતાના પારિવારિક કારોબારમાં પરત આવવું પડશે. આપને જણાવી દઈએ કે આજે સીસીડી કંપનીની નેટ વર્થ 4,067 કરોડ રુપિયાથી વધુ છે.

  સિદ્ધાર્થ માથે હતા સંકટના વાદળો

  માઇન્ડટ્રીના સૌથી મોટી શેરધારક વીજી સિદ્ધાર્થ છે, જે કૈફે કોફી ડેના સંસ્થાપક પણ છે. માઇન્ડટ્રીની સ્થાપનાના વર્ષથી તેમણે તેમાં રોકાણ કર્યુ હતું, જેને ધીમે-ધીકમે વધારીને 21 ટકા પર પહોંચાડી દીધું. મિન્ટના રિપોર્ટ મુજબ, હાલમાં સિદ્ધાર્થ હાલ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની પર ઇન્કમટેક્સ વિભાગના 300 કરોડ રૂપિયા બાકી છે અને તેમની રોકાણ કંપની સિવન સિક્યોરિટીઝ દેવામાં ડૂબી ગઈ છે. આ કારણે છે કે મુશ્કેલીથી બહાર આવવા માટે સિદ્ધાર્થ માઇન્ડટ્રીમાં પોતાની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં હતા.
  Published by:Mrunal Bhojak
  First published: