Home /News /national-international /બાથરૂમના ફ્લોર નીચેથી મળી આવ્યું કેડબરીનું રેપર, પેકેટ પર લખેલી તારીખ જોઈને મહિલા ચોંકી ગઈ!

બાથરૂમના ફ્લોર નીચેથી મળી આવ્યું કેડબરીનું રેપર, પેકેટ પર લખેલી તારીખ જોઈને મહિલા ચોંકી ગઈ!

મહિલાને બાથરૂમના ફ્લોર નીચેથી ચોકલેટનું રેપર મળ્યું હતું.

ઈંગ્લેન્ડના (Plymouth, England) પ્લેમાઉથમાં રહેતી 51 વર્ષીય (Emma Young) એમ્મા યંગે તાજેતરમાં એક ચોકલેટ (100 year old Dairy Milk chocolate wrapper)પર ગઈ હતી, જોકે, તારીખ દેખતા આ 100 વર્ષ જુનું ચોકલેટ રેપર જાણવા મળ્યું હતુ.

જે લોકોના ઘર ઘણા જૂના હોય છે, તેઓને ક્યારેક તેમના ઘરમાંથી એવી વસ્તુઓ જોવા મળી જતી હોય છે જે, ઘણી ખૂબ જુની હોય છે, ક્યારેક તો તે એટલી પ્રાચિન હોય છે કે, તેને ઓક્શનમાં પણ મુકવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં બ્રિટનમાં રહેતી એક મહિલા સાથે પણ આવું જ બન્યું હતું, જેને તેના જૂના ઘરમાં ચોકલેટનું રેપર મળ્યું હતું. જ્યારે તેણે તે રેપરમાં તારીખ જોઈ તો, તે ચોંકી ગઈ હતી. આ પછી મહિલાએ નક્કી કર્યું છે, કે તે રેપર(Cadbury choclate wrapper) ની ફ્રેમ કરાવશે.

મેટ્રો વેબસાઈટના અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડના (Plymouth, England) પ્લેમાઉથમાં રહેતી 51 વર્ષીય એમ્મા યંગે તાજેતરમાં એક ચોકલેટ (100 year old Dairy Milk chocolate wrapper) જોઈ. ખરેખર, એમ્માના ઘરના બાથરૂમમાં લાકડાના ફ્લોર છે, જેને ફ્લોરબોર્ડ કહેવાય છે. આ ઘર 1932માં બાંધવામાં આવ્યું હતું. એમ્મા અનુસાર, ફ્લોરબોર્ડ્સ તે જ સમયથી હોવા જોઈએ. અચાનક, ફ્લોરબોર્ડની નીચે, એમ્માને કેડબરી ડેરી મિલ્ક ચોકલેટનું રેપર મળ્યું, જે તેણે કચરો તરીકે ઉપાડ્યું.

જમીનની નીચેથી  મળી આવી ચોકલેટ

એમ્મા તે રેપરને ફેંકી દેવાની હતી પરંતુ તેનું ધ્યાન તેની અલગ ડિઝાઈન પર ગયું જે ખૂબ જ જૂની દેખાતી હતી. પછી એમ્માએ રેપર પરનું નામ વાંચ્યું. તેના પર લખ્યું હતું - "Cadbury's Dairy Milk Chocolate Neapolitan", તેની સાથે એવું પણ લખેલું હતું કે આ ચોકલેટ ગાર્ડન વિલેજ, બોર્નવિલે, ઈંગ્લેન્ડમાં બની છે. રેપરની એક બાજુ ઉંદરોએ કતરી  કાઢી   હતી. જ્યારે બીજી બાજુ તે વ્યવસ્થિત હતી. જોકેે, આ રેપરના અંદર ચોકલેટ ન હતી. તે સમયે ચોકલેટની કિંમત લગભગ 6 પેન્સ અથવા 5 રૂપિયા હતી.

આ પણ વાંચો : બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, ફુટપાથ પર રહેતા લોકો પણ માણસો છે, તેમને હટાવી નહી શકાય

કંપનીના પ્રવક્તાએ આ સમાચારનું સ્વાગત કર્યું છે

મેટ્રો વેબસાઈટ સાથે વાત કરતા એમ્માએ કહ્યું કે, જે સમયે ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું હતું તે, સમયે કોઈએ એક ચોકલેટ ખાતી હશે, અને તેણે રેપર ત્યાં ફેંકી દીધું હશે. તેણે કહ્યું કે, પેકેટ તેના બે બાળકોની દાદી કરતાં પણ મોટુ છે. ધ સન વેબસાઈટ સાથે વાત કરતા કેડબરી કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કેડબરી સંબંધિત આ સમાચારે ઘણી ખુશી આપી છે. તેમનું કહેવું છે કે, બ્રિટિશ સંસ્કૃતિમાં કેડબરીનું યોગદાન 200 વર્ષ જૂનું છે.
First published:

Tags: Cadbury, England, Old

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો