ખેડૂતોનો 'ટેકો' ખસી જતાં મોદી સરકાર ટેકાના ભાવ વધારે તેવી શક્યતા
ખેડૂતોનો 'ટેકો' ખસી જતાં મોદી સરકાર ટેકાના ભાવ વધારે તેવી શક્યતા
ફાઈલ ફોટો
બતાવવામાં આવી રહ્યું છે કે, સરકારે પાકના ઉચિત ભાવ, પાક ખરીદવાની ગેરન્ટી, મનરેગાને કૃષી સાથે જોડવી અને જુના પંપિંગ સેટની મંજૂરી આપવા જેવી માંગ માની લીધી છે.
વિરોધને જોતા સરકાર ખેડૂતોને ખુશ કરવામાં લાગી ગઈ છે. સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર, કેન્દ્ર સરકાર ટુંક સમયમાં ઘઉં અને ચણા સહિતના 6 રવી પાકની એમએસપી (મીનીમમ સપોર્ટ પ્રાઈઝ) વધારી શકે છે. આજે આર્થીક મામલે કેબિનેટ કમિટીની બેઠકમાં આનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘઉંનું એમએસપી 105 રૂપિયાથી વધી 1840 રૂપિયા કરવા, ચણાનું એમએસપી 220 રૂપિયા વધારીને 4620 રૂપિયા કરવું, મસૂરની એમએસપી 225 વધારી 4475 રૂપિયા, જવની એમએસપી 30 રૂપિયા વધારી 1440 રૂપિયા કરવી અને સૂરજમુખીની એમએસપી 845 રૂપિયા વધારી 4945 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
આ બધા વચ્ચે દિલ્હી-યૂપી બોર્ડર પર અડ્ડો જમાવીને બેઠેલા ખેડૂતોને મનાવવા માટે સરકારે તેમની 9માંથી 7 માંગ માની લીધી છે. ખેડૂત નેતાઓ સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહની મુલાકાત બાદ આ સમાચાર સામે આવ્યા છે. પરંતુ દેવા માફી કે સ્વામીનાથન કમિશનની ભલામણને લાગૂ કરવા પર સહમતિ નથી બની.
બતાવવામાં આવી રહ્યું છે કે, સરકારે પાકના ઉચિત ભાવ, પાક ખરીદવાની ગેરન્ટી, મનરેગાને કૃષી સાથે જોડવી અને જુના પંપિંગ સેટની મંજૂરી આપવા જેવી માંગ માની લીધી છે. ત્યારબાદ યૂપી સરકારે બે મંત્રી સુરેશ રાણા અને ચૌધરી લક્ષ્મી નારાયણ, અને કેન્દ્રીય કૃષી રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દિલ્હી બોર્ડર પર જઈ ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. કૃષી રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ખેડૂતોને જણાવ્યું કે, સરકાર કાલે જ તેમની માંગ પર કાર્યવાહી શરૂ કરી દેશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર