ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમં શુક્રવારે પોક્સો એક્ટ હેઠળ મૃત્યુદંડની સજાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરાઓ સાથે થતાં દુષ્કર્મ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓમાં દોષીને મોતની સજા માટે કરવામાં આવેલા પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ વાતની જાણકારી આપી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પોક્સો એક્ટમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બાળકોના યૌન ઉત્પીડન કરનારાઓ માટે સજામાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બાળકોને યૌન હુમલાઓના શિકાર થવાથી બચાવવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
Union Law Minister, Ravi Shankar Prasad: Cabinet has approved death penalty in aggravated sexual offences under the Protection of Children from Sexual Offences (POCSO) Act. pic.twitter.com/E1JB8xCOOq
સરકાર દ્વારા જાહેર એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એક્ટના એન્ય સેક્શન 4, 5 અને 6માં પણ સંશોધન કરવામાં આવશે. આ માધ્યમથી બાળકોના યૌન શોષણથી બચવા માટે અને બાળકો સાથે ગંભીર યૌન ઉત્પીડનના અપરાધો માટે મોતની સજા સહિત સખ્તથી સખ્ત સજાનો વિકલ્પ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર