સ્મૃતિ પાસેથી છિનવી લેવાયું I&B મંત્રાલય, પીયુષ ગોયલ નવા નાણાંમંત્રી

સોમવારે મોડી રાત્રે કેબિનેટમાં કરાયેલા પ્રમાણે નાણા મંત્રાલય હવે પીયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે. જ્યારે સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલય લઇને ખેલ મંત્રી રાજ્ય વર્ધન સિંહ રાઠોડને આપવામાં આવ્યું છે.

સોમવારે મોડી રાત્રે કેબિનેટમાં કરાયેલા પ્રમાણે નાણા મંત્રાલય હવે પીયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે. જ્યારે સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલય લઇને ખેલ મંત્રી રાજ્ય વર્ધન સિંહ રાઠોડને આપવામાં આવ્યું છે.

 • Share this:
  કેન્દ્રમાં બહુમત સાથે સત્તામાં બેઠેલી મોદી સરકારની કેબિનેટમાં એકવાર ફરીથી ફેરફાર કરાયો છે. સોમવારે મોડી રાત્રે કેબિનેટમાં કરાયેલા પ્રમાણે નાણા મંત્રાલય હવે પીયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે. જ્યારે સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલય લઇને ખેલ મંત્રી રાજ્ય વર્ધન સિંહ રાઠોડને આપવામાં આવ્યું છે.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણાંમંત્રી અરુણ જેટલીની સ્વાસ્થ્ય શારૂ ન હોવાથી તેમની જગ્યાએ પીયુષ ગોયલને નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, અરૂણ જેટલી જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી પીયુષના ખભે નાણાંમંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. પીયુષ ગોયલ ઉપર નાણાંમંત્રાલયની અસ્થાયી જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્મૃતિ ઇરાની પાસેથી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયને લઇને રાજ્યવર્ધન સિંહ રાઠોડને આપવામાં આવ્યું છે. આમ સ્મૃતિ ઇરાની પાસે માત્ર કાપડ મંત્રાલય જ બાકી રહશે. આ અગાઉ મોદી સરકારની કેબિનેટમાં કરવામાં આવેલા ફેરફારમાં સ્મૃતિ ઇરાની પાસેથી એચઆરડી મંત્રાલય પણ છિનવી લેવામાં આવ્યું હતું. રાજ્યવર્ધન સિંહ રાઠોડ પહેલા રમત-ગમત મંત્રી હતા.

  માનવામાં આવી રહ્યું છે કે, સ્મૃતિ ઇરાની પાસે પહેલા કાપડ અને માહિતી પ્રસારણ મંત્રાલય હતું જોકે, તાજેતરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં થયેલા વિવાદના પગલે સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલય પડાવી લેવામાં આવ્યું છે. પહેલા રાઠોડ રાજ્ય મંત્રી તરીકે માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા.

  ઉલ્લેખનીય છે કે, રાજવર્ધન સિંહ રાઠોડનો દરજ્જો રાજ્યમંત્રી તરીકેનો હતો. જ્યારે જળ અને સ્વચ્છતા મંત્રી એસ.એસ. આહુવાલિયાને ઇલેક્ટ્રોનિક્સ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને એલ્ફાન્સ કન્નાથનમની જગ્યાએ આ મંત્રાલય આપવામાં આવ્યું છે.

  પ્રાપ્ત માહિતી પ્રમાણે સોવારે એમ્સમાં અરૂણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું ચે. તેમની હાલ સ્થિર હોવાના સમાચાર છે. જોકે, જેટલીની ગેરહાજરીમાં મહત્વના એવા નાણાંમંત્રાલના કામકાજને અસર ન થાય તે માટે મંત્રાલયની દેખરેખ માટે પીયુષ ગોયલને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
  Published by:Ankit Patel
  First published: