લોકસભા ચૂંટણી 2019માં હાઇપ્રોફાઇલ બેઠક પર જીત મેળવનારી સ્મૃતિ ઇરાનીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, પરંતુ અભિનેત્રી બન્યા પહેલા સ્મૃતિના સંઘર્ષના દિવસો પણ જગજાહેર છે. એક રિપોર્ટ પ્રમાણે 90ના દાયકામાં સ્મૃતિ મુંબઇના બાંદ્રામાં મેકડોનાલ્ડમાં નોકરી કરતી હતી. જો કે આ રિપોર્ટની ન્યૂઝ18એ પુષ્ટિ કરતું નથી.
રિપોર્ટ પ્રમાણે એ દરમિયાન સ્મૃતિ ઇરાનીના પગારથી પ્રોવિડન્ડ ફંડમાં જે પૈસા કપાયા હતા, હવે એ સર્ટિફિકેટની હરરાજી કરવામાં આવશે. આ હરરાજીથી જે પૈસા મળશે તેને મહિલા કારીગરોની સંસ્થાને આપવામાં આવશે. મેકડોનાલ્ડમાં નોકરી કર્યા બાદ સ્મૃતિ ઇરાનીને ટીવી સીરિયલમાં બ્રેક મળ્યો હતો.
ત્યારબાદ સ્મૃતિએ ક્યોકી સાસ ભી કભી બહુ થી જેવી ફેમશ ટીવી સીરિયલમાં કામ કર્યો, ત્યાંથી તે ફેમશ થઇ અને સેલિબ્રિટી બની, ત્યારબાદથી તે ભારે ચર્ચામાં રહી. સ્મૃતિ ઇરાનીએ બર્ગર પોઇન્ટથી પોતાના પગારના પીએફના પૈસા પરત નથી લીધા. તેમના પ્રોવિડન્ડના પૈસા હજુ પણ તેના એકાઉન્ટમાં પડ્યા છે.
અંદાજે ત્રણ દાયકા બાદ મુંબઇ સ્થિત કોટન ટેક્સટાઇલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક સભ્ય તેમનું સર્ટિફિકેટ શોધી રહ્યાં છે, હરરાજીનું આયોજન પણ ધ કોટન ટેક્સટાઇલ્સ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. હરરાજીમાંથી મળનારા પૈસાનો ઉપયોગ મહિલા કારીગરોની મદદ માટે વાપરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર