Home /News /national-international /

પ્રયાગરાજ કુંભ 2019: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંગમના તટે લગાવી ડૂબકી

પ્રયાગરાજ કુંભ 2019: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંગમના તટે લગાવી ડૂબકી

સ્મૃતિ ઇરાનીએ સંગમ તટે સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની પણ કુંભ મેળાની મુલાકાતે પહોચ્યા હતા, તેમણે ટ્વિટર પર કુંભ મેળાની તસવીર પોસ્ટ કરી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: પ્રયાગરાજમાં કુંભ મેળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે અખાડાની સાથે લાખોની સંખ્યામાં ભક્તો સંગમના તટે સ્નાન કરવા ઉમટી પડ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુંભ મેળા અંગે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ સંગમ તટ પર સ્નાન કર્યુ હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળા અંગે શુભેચ્છા પાઠવી હતી અને ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં શરૂ થઇ રહેલાં પવિત્ર કુંભ મેળા માટે હાર્દિક શુભેચ્છા. મને આશા છે કે, આ પ્રસંગે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતાઓના દર્શન થશે. મારી પ્રાર્થના છે કે મોટી સંખ્યામાં લોકો આ દિવ્ય અને ભવ્ય આયોજનમાં જોડાય.

    PM મોદીએ કુંભ મેળાનો વીડિયો પોસ્ટ કર્યો



    આ પણ વાંચો: કુંભ મેળામાં સ્નાનનું મહત્વ, આ તારીખો પ્રમાણે કર્યું પવિત્ર સ્નાન તો મળશે મોક્ષ

    આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની પણ કુંભ મેળાની મુલાકાતે પહોચ્યા હતા. તેમણે સંગમ તટે સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી. સ્મૃતિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કુંભ મેળાની તસવીર પોસ્ટ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, આ વખતે કુંભ મેળામાં છ શાહી સ્નાન થશે. બીજું શાહી સ્નાન પૌષ પૂર્ણિમા 21 જાન્યુઆરી, ત્રીજું 4 ફેબ્રુઆરી મૌની અમવસ્યાએ, ચોથું શાહી સ્નાન 10 ફેબ્રુઆરી વસંત પંચમીએ, પાંચમું શાહી સ્નાન 19 ફેબ્રુઆરી માઘી પૂર્ણિમા અને છઠ્ઠુ શાહી સ્નાન મહાશિવરાત્રિના દિવસે એટલે કે 4 માર્ચે થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Kumbh 2019, Sangam prayagraj, Smriti Irani, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन