મુંબઈ : મહારાષ્ટ્રના (Maharashtra news)મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackery)વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીને લઇને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Narayan Rane)પોલીસે ધરપકડ કરી છે. નારાયણ રાણેએ (Narayan Rane Arrested) રત્નાગિરી કોર્ટમાં અગ્રિમ જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ધરપકડ કર્યા પછી રાણે રત્નાગિરી કોર્ટમાં હાજર થઇ શકે છે. જેના કારણે કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધરપકડ કર્યા પછી નારાયણ રાણેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે, બોમ્બે હાઇકોર્ટે પણ તેમની જામીન અરજી પર તત્કાલ સુનાવણીથી ઇન્કાર કર્યો છે. આવામાં નાસિક પોલીસના વિશેષ દળે રત્નાગિરી જઈને તેમની ધરપકડ કરી છે.
આ પહેલા શિવસેનાના (ShivSena)નેતાઓ અને કાર્યકર્તાઓએ રાણે સામે નાસિક, પૂણે અને મહાડમાં ત્રણ એફઆઈઆર નોંધાવી હતી. નારાયણ રાણેના નિવેદન પછી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)વચ્ચે તણાવ વધી ગયો છે. ચિપૂલન સ્થિત રાણેના નિવાસસ્થાની બહાર બંને દળોના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ છે. આ દરમિયાન બંને તરફથી પત્થરમારો પણ કરાયો હતો. જેના કારણે પોલીસ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
નાસિક પોલીસ આયુક્ત દીપ પાંડેએ ઉપાયુક્ત સંજય બરકુંડને રાણેની ધરપકડ કરવા અને તેમને કોર્ટમાં હાજર કરવા માટે એક ટીમ બનાવવા કહ્યું હતું. આદેશમાં દીપક પાંડેએ કહ્યું કે મામલાની ગંભીરતા જોતા મેં ડીસીપી સ્તરના અધિકારી સંજય બરકુંડને એક ટીમ બનાવવા અને ધરપકડ પછી નારાયણ રાણેને કોર્ટમાં હાજર કરવા માટે કહ્યું છે.
નાસિકમાં સાઇબર પોલીસે શિવસેનાના સ્થાનીય એકમ પ્રમુખની ફરિયાદ પર રાણે સામે કલમ 500, 505(2), 153(b)(1)અંતર્ગત કેસ નોંધ્યો છે. આ પછી પોલીસ આયુક્તે કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરવાના આદેશ જારી કર્યા હતા અને આ માટે ટીમ બનાવી હતી. પૂણે યુવા સેનાની ફરિયાદ પછી આઈપીસી કલમ 153 અને 505 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.
શું છે મામલો
ગત સોમવારે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રામગઢ પહોંચેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે એ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાનું વર્ષ ખબર નથી. તે પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી પૂછવા માટે પાછળ ઝુકી ગયા હતા. જો હું ત્યાં હોત તો તેમને થપ્પડ મારી દેત. બીજેપી નેતાએ દાવો કર્યો છે કે ઠાકરે પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાનું વર્ષ ભૂલી ગયા હતા.
" isDesktop="true" id="1127114" >
નારાયણ રાણેના નિવેદન પછી શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ મુંબઈ સહિત ઘણા સ્થળો પર પોસ્ટર લગાવી દીધા છે. જેમાં રાણેને કોંબડી ચોર એટલે મરઘી ચોર બતાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે શિવસેનાના સભ્ય રહી ચૂકેલા નારાયણ રાણે પાંચ દાયકા પહેલા ચેમ્બુરમાં પોલ્ટ્રી શોપ ચલાવતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર