ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh news) ઉજ્જૈનમાં (Ujjain news) આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્વિમિંગ પૂલ (International level swimming pool) બનાવવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પૂલને સ્વિમર્સ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય પારસ જૈન અને ઉચ્ચ શિક્ષા મંત્રી મોહન યાદવ (Higher Education Minister Mohan Yadav) આવ્યા હતા. બંનેએ પૂલનું ઉદ્ઘાટન કર્યું હતું. જોરદાર પુલ અને પાણી જોઈને નેતાઓ પોતાને રોકી શક્યા નહીં અને કપડાં કાઢીને પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.
આગરા રોડ સ્થિત નગર નિગમ પરિસરમાં બનાવવામાં આવેલા આ સ્વિમિંગ પૂલને આજે ખેલાડીઓ માટે ખોલવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી મોહન યાદવ સહિત ધારાસભ્ય પારસ જૈન પોતાને રોખી શક્યા નહીં. અને ખેલાડીઓની સાથે કપડા કાઢીને પૂલમાં કૂદી પડ્યા હતા. મોહન યાદવે પાણીમાં છલાંગ લગાવીને કલાબાજી દેખાડી હતી. યાદવે પોતાની યોગની કળાથી પહેલાથી જ લોકોને હેરાન કરી ચૂક્યા છે.
10 કરોડનો પ્રોજેક્ટ નગર નિગમ પરિસરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 10 કરોડના ખર્ચે આ આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્વિમિંગ પૂલ બન્યો હતો. જેના આજે ખેલાડીઓની પ્રેક્ટીસ માટે ખોલવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કારણે આ સ્વિમિંગ પૂલ બંધ હતો.
આ અવસર પર મોહન યાદવે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્વિમિંગ પૂલ તૈયાર કર્યો હતો. પરંતુ અત્યાર સુધી ઉદ્ધાટન થઈ શક્યું ન હતું. જેના કારણે ખેલાડીઓ પ્રેક્ટીસ કરી શકતા ન્હોતા. આજે ઉદ્ઘાટનના અવસર ઉપર મેં પણ તરણનો આનંદ લીધો હતો. તરણ સંઘના પ્રયત્નથી આ સ્વિમિંગ પૂલને ફરીથી શરુ કરવામાં આવ્યો છે..
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) એક તરફ જનપદમાં આવેલા પૂરથી લોકો (flood in janpad) પરેશાન છે. તો બીજી તરફ પાણી કોઈના માટે મનોરંજનનું સાધન બની થયું છે. સપાના પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂનો એક વાયરલ વીડિયો (former MLA stunt video viral) થઈ રહ્યો છે. જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં (Flood effected area) પોતાની કારના બોયનેટ ઉપર બેશીને સ્ટંટ કરતા જોઈ રહ્યા છે.
ધાનના કટોરાના ખેડૂતોની ધાનનો પાક બર્બાદ થઈ રહ્યો છે. ત્યારે પોતાના ખેડૂતોને હિતૈષી કરનાર પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ (MLA video viral) થયો છે. જેમાં તેને કારના બોનેટ ઉપર ચઢીને રાહત સામગ્ર લઈને પહોંચ્યા હતા. પોતે ટ્રક ઉપર ચઢીને લોકોને રાહત સામગ્રી વહેંચતા દેખાઈ રહ્યા છે.
" isDesktop="true" id="1129514" >
સૈયદરાજા વિધાનસભાના સપાના પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂનો એક વીડિયો જીલ્લામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાને ખેડૂતોના હિતેક્ષુક ગણાવનારા પૂર્વ ધારાસભ્ય પોતાની કારની બોનેટ ઉપર બેશીને પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્ટંટ કરતા દેખાયા છે. આગળ પૂર્વ ધારાસભ્યની ગાડી ચાલી રહી છે અને પાછળ તેમનો કાફલો આવતો દેખાય છે. પૂર્વ ધારાસભ્યનો આ વીડિયો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કોઈ નવો મામલો નથી કે પૂર્વ ધારાસભ્યો ચર્ચાનો વિષય બન્યા હોય. આ પહેલા પણ પૂર્વ ધારાસભ્ય મનોજ સિંહ ડબલૂ પોતાના અલ્લડપનના કારણે છવાયેલા હતા.
તમને જણાવી દઈએ કે પોતાના ધારાસભ્ય કાર્યકાળમાં મનોજ સિંહ ડબલૂ છાસવારે ખેતી કરતા જોવા મળ્યા હતા. ક્યારેક ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડતા દેખાયા હતા તો તક્યારે ધાનની વાવણી કરતા પણ ધારાસભ્ય દેખાયા હતા. તેઓ ખેડૂત પુત્ર કહેવડાવવામાં કોઈ કસર છોડતા નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર