Home /News /national-international /Cabinet Meeting: ખેડૂત, વેપારી અને રેકડી વાળાને મોટી ભેટ, હવે સરકાર આપશે આ લાભ

Cabinet Meeting: ખેડૂત, વેપારી અને રેકડી વાળાને મોટી ભેટ, હવે સરકાર આપશે આ લાભ

કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નિતીન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે કેબિનેટમાં લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપી

કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નિતીન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે કેબિનેટમાં લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપી

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet Decisions Today)સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. આજે જ પાંચમાં ચરણના લૉકડાઉન (Lockdown 5.0) સાથે અન્ય સ્થળો પર અનલૉક 1.0 શરુ થયું છે. મોદીની કેબિનેટની આ બેઠક એટલા માટે પણ ખાસ માનવામાં આવતી હતી કારણ કે મોદી સરકાર 2.0નું એક વર્ષ પૂરુ થયું છે. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નિતીન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે કેબિનેટમાં લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપી હતી.

    MSMEs માટે 50 હજાર કરોડ રુપિયા ઇક્વિટી રોકાણની જાહેરાત

    કેબિનેટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની વ્યાખ્યા બદલવા પર મોહર લગાવી છે. સાથે MSME માટે ઇક્વિટી સ્કીમને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત આર્થિક પેકેજમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે તેની જાહેરાત કરી હતી. મુશ્કેલીમાં ફસાયેલ MSMEsનું 20,000 કરોડ રુપિયાનું રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે.પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે MSMEs માટે 50,000 કરોડ રુપિયાની ઇક્વિટી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કંપનીઓ બજારમાં લિસ્ટ થઈને પૈસા ભેગા કરી શકે છે. દેશભરમાં 6 કરોડથી વધારે MSMEs છે.


    રેકડી લગાવનાર લોકો માટે પણ ક્રેડીટ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ યોજનાને પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાનું નામ આપ્યું છે. શહેરી આવાસ મંત્રાલયે વિશેષ સુક્ષ્મ ઋણ યોજના શરુ કરી છે. જેના દ્વારા નાના દુકાનદાર કે રેકડીવાળા લોન લઈ શકે છે. આ યોજના લાંબા સમય સુધી ચાલશે. તેનો ફાયદો 50 લાખથી વધારે દુકાનદારોને મળશે. જેને એક વર્ષની અંદર મહિનામાં ઇએમઆઈ દ્વારા પાછી આપી શકે છે. નિર્ધારિત સમયમાં પૈસા પાછા આપનારને 7 ટકા વ્યાજ સબસિડી તરીકે ખાતામાં જમા કરવામાં આવશે.


    ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી?
    કેબિનેટે 14 પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યને મંજૂરી આપી છે. ખેડૂતોને મૂલ્યની સરખામણીમાં 50-83 ટકા સુધી વધુ મળી શકશે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે સરકારે લૉકડાઉન દરમિયાન કાપણીની પરમિશન આપી હતી અને ખેડૂતોની સાથે રહી હતી. ખેડૂતોએ આ વર્ષે પુષ્કળ ઉત્પાદન કરીને દેશને સમર્પિત કર્યું છે. તેમણે જણાવ્યું કે આજ સુધીમાં ઘઉંની ખરીદી 360 લાખ મેટ્રિક ટન થઈ છે. ગત વર્ષે 342 લાખ મેટ્રિક ટન હતી. પાકની ખરીદી આ વર્ષે અત્યાર સુધીમાં 95 લાખ મેટ્રિક ટન થઈ ગઈ છે.
    " isDesktop="true" id="986598" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन