મોદી સરકારની મોટી જાહેરાત! 80 કરોડ લોકોને મળશે 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા

News18 Gujarati
Updated: March 25, 2020, 4:54 PM IST
મોદી સરકારની મોટી જાહેરાત! 80 કરોડ લોકોને મળશે 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા
મોદી કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 3 મહિનાનો એડવાન્સ સામાન ખરીદવાનું કહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોરોના વાયરસ (coronavirus) સરકારે 80 કરોડ લોકોને 27 રૂપિયે મળતા કિલોગ્રામ ઘઉં માત્ર 2 રૂપિયે કિલોગ્રામ અને 37 રૂપિયે કિલોગ્રામ મળતા ચોખા માત્ર 3 રૂપિયે કિલોગ્રામ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્ય સરકારોને 3 મહિનાનો એડવાન્સ સામાન ખરીદવાનું કહ્યું છે.

પ્રકાશ જાવડેકરે કહ્યું, સરકાર પીડીએસ દ્વારા દેશના 80 કરોડ લોકોની મદદ કરશે. કોઈ પણ જરૂરી ચીજવસ્તુની કોઈને અછત નહી સર્જાય. રાજ્ય સરકારો પણ લોકોને મદદ કરી રહી છે. તેમણે કહ્યું, જીવ બચાવવા માટે લોકડાઉનની જરૂરત છે, ત્રણ મહિનાનું રાશન આપવામાં આવશે. લોકોને જરૂરતની વસ્તુઓ મળતી રહેશે, અફવાહની બચવાની જરૂરત છે.

આ પહેલા ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને બુધવારે કહ્યું હતું કે, 75 કરોડ બેનિફિશરી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ એક સાથે 6 મહિનાનું રાશન લઈ શકે છે. સરકારે આ નિર્ણય કોરોના સંક્રમણને લઈને લીધો હતો. સરકારે પાસે 435 લાખ ટન સરપ્લસ અનાજ છે. તેમાં 272.19 લાખ ટન ચોખા, 162.79 ટન ઘઉં છે.

આ પણ વાંચો - ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 60 લાખ પરિવારને Freeમાં ચોખા, દાળ, ખાંડ આપશે

તમને જણાવી દઈએ કે, સરકાર પીડીએસ સિસ્ટમ હેઠળ દેશભરમાં 5 લાખ રાશનની દુકાનો પર બેનિફિશિયરીને 5 કિલોગ્રામ સબ્સિડાઈઝ્ડ અનાજ પ્રત્યેક મહિને આપે છે. આના પર સરકારને વાર્ષિક 1.4 લાખ કરોડ ખર્ચ આવે છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અનાજ સબ્સિડાઈઝ્ડ રેટ પર મળે છે. 3 રૂપિયે કિલો ચોખા, 2 રૂપિયે કિલો ઘઉં અને 1 રૂપિયે પ્રતિ કિલોગ્રામ કોર્સ અનાજ વેચે છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर