ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા CCSનો મોટો નિર્ણય, અમેરિકા પાસેથી 24 'રોમિયો' ખરીદશે ભારત

સીસીએએ 2.6 બિલિયન ડૉલરના સોદાને મંજૂરી આપી, ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર વાગી શકે છે

સીસીએએ 2.6 બિલિયન ડૉલરના સોદાને મંજૂરી આપી, ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર વાગી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના પ્રવાસ પહેલા સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી (સીસીએસ)એ નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મલ્ટીરોલ હેલિકૉપ્ટર, રોમિયો ખરીદવાનો નિર્ણય કર્યો છે. સીસીએએ બુધવારે 2.6 બિલિયન ડૉલરના આ સોદાને મંજૂરી આપી દીધી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર વાગી શકે છે.

  આ હેલિકૉપ્ટર નૌસેનાના જંગી કાફલામાં સામેલ કરવામાં આવશે, જે સબમરીન પર હુમલા માટે હથિયારોથી સજ્જ હશે. અમેરિકાની કંપની લૉકહીડ માર્ટિન દ્વારા તૈયાર MH-60 રોમિયો હેલિકૉપ્ટર એન્ટી-સબમરીન અને એન્ટી સર્ફેસ (શિપ) વૉરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી અને ટ્રમ્પની ઉપસ્થિતિમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.  5 વર્ષની અંદર મળી શકે છે તમામ હેલિકૉપ્ટર

  સૂત્રો મુજબ, આ ડીલ હેઠળ ભારત 24 MH-60 રોમિયો હેલિકૉપ્ટર માટે શરૂઆતમાં 15 ટકા રકમની ચૂકવણી કરશે. ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર આવશે. ત્યારબાદ 2થી 5 વર્ષની અંદર તમામ હેલિકૉપ્ટર ભારતને મળી જશે. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. જોકે આ સોદામાં અડચણ આવી શકે છે કારણ કે આ સોદો લગભગ 9000 કરોડનો હશે. (PTIથી ઇનપુટ)

  સૂત્રો અનુસાર, સીસીએસએ 1.86 બિલિયન ડૉલરની અંદાજિત ખર્ચથી અમેરિકા પાસેથી મિસાઇલ રક્ષા પ્રણાલીની ખરીદી અંગે પણ ચર્ચા-વિચારણ કરી. તેઓએ કહ્યું કે સોદાને અંતિમ મંજૂરી આપવાની બાકી છે.

  નૌસેનાને મળશે વધુ તાકાત

  નોંધનીય છે કે અમેરિકાએ ગયા વર્ષે ભારતને સીહૉક હેલિકૉપ્ટર વેચવાની મંજૂરી આપી હતી. તેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના આવતાં આ સમજૂતી પર હસ્તાક્ષર થઈ જશે. આ હેલિકૉપ્ટર સી કિંગ હેલિકૉપ્ટરનું સ્થાન લેશે. હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારના કારણે ભારત માટે આ હેલિકૉપ્ટર આવશ્યક છે. આ રક્ષા સમજૂતી બાદ ભારતની નૌસેનાને વધુ તાકાત મળશે. ભારતને આતંકવાદનો સામનો કરવા માટે વધુ મદદ મળશે.

  દુનિયાનું સૌથી શ્રેષ્ઠ હેલિકૉપ્ટર

  MH-60Rને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મેરિટાઇમ હેલિકૉપ્ટર માનવામાં આવે છે. હાલ તે અમેરિકાની નેવીમાં એન્ટી-સબમરીન અને એન્ટી-સરફેસ વેપન તરીકે તૈનાત છે. રક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો તે હાલના સમયના હેલિકૉપ્ટોરમાં સૌથી આધુનિક છે. તેને જંગી જહાજ, ક્રૂઝ અને એરક્રાફ્ટ કેરિયરથી ઑપરેટ કરી શકાય છે.

  આ પણ વાંચો, અમેરિકા માટે ભારત કેમ આટલું મહત્વનું છે? ટ્રમ્પ કેમ ગુજરાત આવી રહ્યા છે?
  Published by:Mrunal Bhojak
  First published: