મોદી કેબિનેટે 15 હજાર કરોડ રૂપિયાના COVID-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી

મોદી કેબિનેટે 15 હજાર કરોડ રૂપિયાના COVID-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી
પ્રતિકાત્મક તસવીર

આ રકમને 3 ચરણમાં ઉપયોગ કરવામાં આવશે, તેમાંથી 7774 કરોડ રૂપિયાની જોગવાઈ કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ માટે કરવામાં આવી છે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ભારત કોવિડ-19 ઇમરજન્સી પ્રતિક્રિયા અને સ્વાસ્થ્ય પ્રણાલી તૈયારી પેકેજ (India COVID-19 Emergency Response and Health System Preparedness Package)  માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી દીધી છે. આ રકમને 3 ચરણમાં ઉપયોગ કરવામાં આવશે. તેમાંથી 7774 કરોડ રૂપિયાની જોગવાઈ કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ માટે કરવામાં આવી છે. બાકી નાણા એક વર્ષથી ચાર વર્ષના મીડિયમ ટર્મ ઉપાયો પર ખર્ચ થશે અને આ કાર્ય મિશન મોડમાં પૂરું કરવામાં આવશે.

  આ ઉપાયો પર થશે ફોકસ  પેકેજના મુખ્ય ઉદ્દેશ્યોમાં ડાયગ્નોસ્ટિક અને કોવિડ સમર્પિત ઉપચાર સુવિધાઓનો વિકાસ, સંક્રમિત દર્દીઓના ઉપચાર માટે જરૂરી ચિકિત્સા ઉપકરણ અને દવાઓની કેન્દ્રીય ખરીદી, ભવિષ્યમાં મહામારીઓથી બચવા અને તૈયારીમાં સહયોગ માટે રાષ્ટ્રીય તથા રાજ્ય સ્વાસ્થ્ય પ્રણાલીઓને મજબૂતી આપવી અને વિકસિત કરવી, પ્રયોગશાળાઓની સ્થાપના અને નિરીક્ષણ પ્રવૃત્તિઓને વધારવી, જૈવ સુરક્ષા તૈયારીઓ, મહમારી અનુસંધાન અને સમુદાયોને સક્રિય રીતે જોડવા અને જોખમ સંચાર-પ્રવૃત્તિઓના માધ્યમથી ભારતમાં કોવિડ-19 ના પ્રસારને ધીમું અને સીમિત કરવા માટે ઇમરજન્સી પ્રતિક્રિયા વધારવાનું સામેલ છે. આ ઉપાયો અને પહેલોને સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ લાગુ કરવામાં આવશે.

  આ પણ વાંચો, કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો

  રાજ્યોને 3000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવાયું

  પહેલા ચરણમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય અન્ય સંબંધિત મંત્રાલયના સહયોગથી પહેલા જ અનેક પગલાં ઉઠાવી ચૂક્યું છે. સ્વસ્થ્ય કેન્દ્રોને કોવિડ સમર્પિત હૉસ્પિટલો, સમર્પિત કોવિડ સ્વાસ્થ્ય કેન્દ્ર અને સમર્પિત કોવિડ દેખભાળ કેન્દ્રોના રૂપમાં તૈયાર કરવા માટે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 3000 કરોડ રૂપિયાનું વધારાનું ફંડ ફાળવી દેવામાં આવ્યું છે.

  ક્વૉરન્ટાઇન, આઇસોલેશન, પરીક્ષણ, ઉપચાર, બીમારી અટકાવવી, કીટાણુશોધન, સામાજિક અંતર એન નિરીક્ષણ માટે દિશા-નિર્દેશ, પ્રોટોકોલ અને પરામર્શ જાહેર કરી દેવામાં આવ્યા છે. હૉટસ્પૉટ્સની ઓળખ કરી દેવામાં આવી છે અને વાયરસને રોકવા માટેની રણનીતિઓને લાગુ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, રમઝાનમાં 25 હજાર પ્રવાસી શ્રમિકોનું પેટ ભરશે સોનૂ સૂદ, કહ્યું- એકબીજાની સાથે ઊભું રહેવું જરૂરી 

  Published by:News18 Gujarati
  First published:April 23, 2020, 12:01 pm

  ટૉપ ન્યૂઝ