કેબિનેટે અમદાવાદ, જયપુર સહિત 6 એરપોર્ટના વિકાસ માટે પીપી મોડલને આપી મંજૂરી

આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરક્કો વચ્ચે પ્રત્યાર્પણ કરાર પર હસ્તાક્ષર કરાવ અને અનુમોદનને પણ મંજૂરી આપી દીધી છે

News18 Gujarati
Updated: November 8, 2018, 11:28 PM IST
કેબિનેટે અમદાવાદ, જયપુર સહિત 6 એરપોર્ટના વિકાસ માટે પીપી મોડલને આપી મંજૂરી
આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરક્કો વચ્ચે પ્રત્યાર્પણ કરાર પર હસ્તાક્ષર કરાવ અને અનુમોદનને પણ મંજૂરી આપી દીધી છે
News18 Gujarati
Updated: November 8, 2018, 11:28 PM IST
મોદી સરકારે અમદાવાદ, જયપુર, લખનઉ, તિરુવન્તપુરમ, ગુવાહાટી અને મેંગલુરૂ એરપોર્ટના સંચાલન, મેનેજમેન્ટ અને વિકાસ માટે પીપીપી (સાર્વજનિક પ્રાઈવેટ ભાગીદારી) મોડલને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ મીટિંગ બાદ મીડિયાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ સાથે-સાથે કેબિનેટ આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય જનજાતિય વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009માં સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ મોડલ પર સરકાર વિદેશી કંપનીઓને પણ આમંત્રણ આપશે.

આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરક્કો વચ્ચે પ્રત્યાર્પણ કરાર પર હસ્તાક્ષર કરાવ અને અનુમોદનને પણ મંજૂરી આપી દીધી છે, કરાર આર્થિક અપરાધ, આતંકવાદ અને અન્ય ગંભીર અપરાધોના આરોપમાં ભાગેડુ અપરાધિઓના પ્રત્યાર્પણ માટે કાયદાના આધારે પ્રદાન કરશે. જ્યારે નોટબંધીની વર્ષગાંઢ ન ઉજવવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, જુઓ વિપક્ષે તો જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહ્યો હતો.


આજે વેપારીઓને આરામ મળ્યો છે, તે લોકો જાણે છે. કોઈ ટ્રક જો કેરળથી ચાલે છે અને દિલ્હી પહોંચે છે, તો તે વચ્ચે તેણે કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો.જ્યારે એરપોર્ટને પ્રાઈવેટના હાથમાં આપવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક એરપોર્ટ પીપીપીના આધારે સંચાલિત થઈ રહ્યા છે. પીપીપી મોડલના કારણે યાત્રિઓની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે. જેથી સરકારે અન્ય 6 એરપોર્ટને પીપીપી મોડલમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...