Home /News /national-international /કેન્દ્ર સરકારે મફત અનાજ વિતરણ યોજના વધુ 3 મહિના લંબાવી; રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે

કેન્દ્ર સરકારે મફત અનાજ વિતરણ યોજના વધુ 3 મહિના લંબાવી; રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે

દિવાળી પહેલા દેશવાસીઓ માટે ખુશખબર આવી

કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓની મોટી રાહત આપી છે. દિવાળી પહેલા દેશની 80 કરોડને જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે.

    નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓની મોટી રાહત આપી છે. દિવાળી પહેલા દેશની 80 કરોડને જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળમાં શરુ કરવમાં આવેલી મફત અનાજની સ્કીમ વધું 3 મહિના લંબાવાની મંજૂરી આપી દીધી છે.

    રાશનકાર્ડ ધારકો માટે મોદી સરકાર તરફથી ફરી એક વાર મોટી જાહેરાત કરવામાં આવી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતમાં થયેલી કેબિનેટ મીટિંગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી ડિસેમ્બર સુધી ફ્રી રાશન મળતું રહેશે.

    આ પણ વાંચો: મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો, અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા

    પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2020 માં શરૂ કરવામાં આવી હતી


    પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2020 માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)માં સમાવિષ્ટ લગભગ 80 કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે. તેમને રાશનની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવતા સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે. કોવિડ-19 રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આનાથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળી હતી.



    80 કરોડ લાભાર્થીઓને થશે ફાયદો


    માર્ચમાં, સરકારે PMGKAY યોજનાને બીજા છ મહિના માટે એટલે કે સપ્ટેમ્બર 2022 સુધી લંબાવી હતી. સરકારે માર્ચ સુધી આ યોજના પર લગભગ 2.60 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને સપ્ટેમ્બર 2022 સુધીમાં અન્ય 80,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ PMGKAY હેઠળનો કુલ ખર્ચ લગભગ 3.40 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. આ યોજનામાં લગભગ 80 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

    રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે


    આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી 78 દિવસનું બોનસ રેલવે કર્મચારીઓને આપવાનો નિર્ણય પણ લીધો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સરકારના આ નિર્ણયથી 11 લાક સરકારી કર્મચારીઓને ફાયદો મળશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Modi Cabinet, Pmgky

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन