PNB સહિત 10 બેંકોના મર્જરને મંજૂરી, પહેલી એપ્રિલથી ગ્રાહકોના ખાતા અને પૈસા પર થશે આ અસર

News18 Gujarati
Updated: March 4, 2020, 12:31 PM IST
PNB સહિત 10 બેંકોના મર્જરને મંજૂરી, પહેલી એપ્રિલથી ગ્રાહકોના ખાતા અને પૈસા પર થશે આ અસર
પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં 10 સરકારી બેંકોના મર્જરને મંજૂરી આપવામાં આવી.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister of India)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 10 મોટી સરકારી બેંકો (PSU Bank Merger)ના મર્જરને મંજૂરી મળી ગઈ હતી. CNBC આવાજને સૂત્રો
પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ અંગેની જાહેરાત પ્રેસ કૉન્ફરન્સ કરીને કરવામાં આવશે. નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી 30 ઓગસ્ટ 2019ના રોજ સરકારે બેંકોના મર્જરની જાહેરાત કરી હતી. આ અંગે
સરકાર હવે આ જ મહિને જાહેરનામું (Notification) બહાર પાડી શકે છે. આ મર્જર બાદ દેશમાં ચાર મોટી બેંક બની જશે. નવી બેંક પહેલી એપ્રિલથી અસ્તિત્વમાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મર્જરથી બેંકનું નામ બદલાઈ શકે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી કોઇ નિવેદન આવ્યું નથી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોના મર્જરની જાહેરાત વખતે કહ્યું હતું કે આ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા 12 રહેશે. વર્ષ 2017માં દેશમાં સરકારી બેંકોની સંખ્યા 27 હતી. આ પહેલા દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઑફ બરોડોમાં મર્જર થયું હતું.

કોનું કઈ બેંકમાં મર્જર થશે?
  • પંજાબ નેશનલ બેંક (PNB)માં ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સનું મર્જર થશે. જે બાદમાં બનનારી નવી બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બનશે. નવી બેંક પાસે આશરે 17 લાખ કરોડનો બિઝનેસ હશે.

  • કેનરા બેંક સાથે સિન્ડિકેટ બેંકનું પણ મર્જર થશે. મર્જર બાદ બનનારી બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની જશે. આ બેંક પાસે 15.20 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

  • યૂનિયન બેંકનું આંધ્રા બેંક અને કૉર્પોરેશન બેંક સાથે મર્જર થશે. મર્જર પછી બનનારી આ બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. આ બેંક પાસે 14.59 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

  • ઇન્ડિયન બેંક અને અલાહાબાદ બેંકના મર્જર પછી બનનારી બેંક દેશની સાતમાં સૌથી મોટી સરકારી બેંક બનશે. આ બેંક પાસે 8.08 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.


ગ્રાહકોએ શું કરવું પડશે?

બેંકોના મર્જર પછી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. જે ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળશે તેમણે પોતાની વિગતો ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ,
નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે. SIP અને EMI માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફૉર્મ ભરવું પડશે.

આ ઉપરાંત નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ ઈશ્યૂ થઈ શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થાય. જે વ્યાજદર પર વ્હીકલ, હોમ કે પર્સનલ લોન લીધી હશે તેમાં કોઈ
ફેરફાર નહીં થાય. બેંકોની અમુક શાખા બંધ થઈ શકે છે. અમુક ગ્રાહકોએ નવી બ્રાંચમાં જવું પડે છે.
First published: March 4, 2020, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading