Home /News /national-international /

કેબ ડ્રાઇવરે 'મિત્રતા' માટે માંગ્યા મોબાઇલ નંબર તો ગાડીમાંથી કૂદી છોકરી

કેબ ડ્રાઇવરે 'મિત્રતા' માટે માંગ્યા મોબાઇલ નંબર તો ગાડીમાંથી કૂદી છોકરી

    કેબ ડ્રાઈવરોની મહિલા પેસેન્જરો સાથે અયોગ્ય વ્યવ્હાર અને છેડતીની અનેક ઘટના સામે આવી છે. દિલ્હીમાં ફરી એક વખત કેબ ડ્રાઈવરે એક મહિલા મુસાફર સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં રહેનાર 19 વર્ષની છોકરીએ ઘરે જવા માટે કેબ બૂક કરી અને કેબમાં બેસતા જ ડ્રાઈવરે તેની પાસેથી મોબાઇલ નંબર માંગ્યો. ડ્રાઈવરે વારંવાર મોબાઇલ નંબર માંગણી કરતા છોકરીએ પોતાને બચાવવા માટે ગાડીમાથી કૂદકો માર્યો.

    છોકરીએ ફરિયાદ કરી કે મંડી વિસ્તારમાં પોતાના ઘરે જવા માટે કેબમાં બેસ્યા બાદ ડ્રાઇવરે તેની પાસેથી મોબાઇલ નંબર માગ્યો હતો અને તેની સાથે મિત્રતા કરવાની વાત કરી હતી.

    પોલીસએ જણાવ્યુ કે કેબ ધોલે કુંઆ બસ સ્ટોપ પહોંચતા જ તે છોકરી પોતાને બચાવવા માટે ગાડીમાથી કૂદી ગઇ. હાલ આરોપી પોલીસ પકડથી દૂર છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Friendship, Mobile number, છોકરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन