પશ્ચિમ બંગાળમાં અમિત શાહે કહ્યું- કોરોના ટિકાકરણ ખતમ થયા પછી CAA લાગુ કરવામાં આવશે

(Amit Shah Twitter)

વિપક્ષ પર અલ્પસંખ્યક સમુદાયને સંશોધિત નાગરિકતા કાનૂન પર ગુમરાહ કરવાનો આરોપ લગાવતા અમિત શાહે કહ્યું કે તેને લાગુ કરવાથી ભારતીય અલ્પસંખ્યકોની નાગરિકતા ઉપર કોઈ અસર પડશે નહીં

 • Share this:
  ઠાકુરનગર (બંગાળ) : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં માતુઆ સમુદાય સહિત સીએએ અંતર્ગત શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા કોવિડ-19 ટિકાકરણ સમાપ્ત થયા પછી શરૂ થઈ જશે. તેમણે વિપક્ષ પર અલ્પસંખ્યક સમુદાયને સંશોધિત નાગરિકતા કાનૂન પર ગુમરાહ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેને લાગુ કરવાથી ભારતીય અલ્પસંખ્યકોની નાગરિકતા ઉપર કોઈ અસર પડશે નહીં.

  ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારે 2018માં વાયદો કર્યો હતો કે તે નવો નાગરિકતા કાનૂન લાવશે અને 2019માં ભાજપા સત્તામાં આવતા આ વાયદાને પૂરો કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2020માં કોવિડ-19 મહામારીના કારણે તેને લાગુ કરી શકાયો ન હતો. અમિત શાહે કહ્યું કે મમતા દીદીએ કહ્યું કે અમે ખોટો વાયદો કર્યો. તેમણે સીએએનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો અને કહે છે કે તે તેને લાગુ થવા દેશે નહીં. ભાજપા પોતાનો વાયદો હંમેશા પૂરો કરે છે. અમે આ કાનૂનને લઈને આવ્યા છીએ અને શરણાર્થીઓને નાગરિકતા મળશે.

  આ પણ વાંચો - રાજકોટ : પોલીસ કડક નહીં દયાળું પણ છે, પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે શોધી આપ્યા

  અમિત શાહે માતુઆ સમુદાયના ગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે કોવિડ-19 ટિકાકરણની પ્રક્રિયા ખતમ થશે ત્યારે સીએએના અંતર્ગત નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. માતુઆ મૂળ રૂપથી પૂર્વી પાકિસ્તાનના નબળા તબકાના હિન્દુઓ છે. જે ભાગલા પછી અને બાંગ્લાદેશના નિર્માણ પછી ભારત આવી ગયા હતા. તેમનામાંથી કેટલાકને ભારતીય નાગરિકતા મળી ગઈ છે પણ મોટી વસ્તીને હજુ સુધી નાગરિકતા મળી નથી.

  અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી સીએએને લાગુ કરવાના વિરોધ કરવાની સ્થિતિમાં નહીં હોય કારણ કે વિધાનસભા ચૂંટણી પછી તે મુખ્યમંત્રી નહીં હોય. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષે અપ્રિલ-મે માં થવાની છે.
  Published by:Ashish Goyal
  First published: