‘આસમને અલગ કરી દઈશું’ વાળા નિવેદન પર JNU છાત્ર શરજીલ ઇમામ પર દેશદ્રોહનો કેસ

News18 Gujarati
Updated: January 25, 2020, 5:24 PM IST
‘આસમને અલગ કરી દઈશું’ વાળા નિવેદન પર JNU છાત્ર શરજીલ ઇમામ પર દેશદ્રોહનો કેસ
‘આસમને અલગ કરી દઈશું’વાળા નિવેદન પર JNU છાત્ર શરજીલ ઇમામ પર દેશદ્રોહનો કેસ

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયોને શાહીન બાગનો બતાવી દાવો કર્યો છે કે ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન(CAA)ના વિરોધમાં એક પ્રદર્શન દરમિયાન જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)ના છાત્ર શરજીલ ઇમામના આસમને ભારતથી અલગ કરવાના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા(Sambit Patra)એ આ વીડિયોને શાહીન બાગનો બતાવી દાવો કર્યો છે કે ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આસામના મંત્રી હિમંદ બિસ્વ સરમાએ કહ્યું હતું કે શાહીન બાગના વિરોધ પ્રદર્શનનો મુખ્ય આયોજક શરજીલના આ રાષ્ટ્રવિરોધી નિવેદન પર સરકારે સંજ્ઞાન લઈ તેના સામે કેસ નોંધવાનો નિર્ણય કર્યો છે.

જેએનયૂના છાત્ર શરજીલ ઇમામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે ન્યૂઝ18 આ વીડિયોની સત્યતાની પૃષ્ટી કરતું નથી. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિયો શેર કરતા વિરોધ નોંધાવ્યો છે. આ સાથે તેમણે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પ્રદર્શનનું સ્થાન શાહીન બાગ નથી પણ દિશાહીન બાગ છે. તૌહીન બાગ છે.


આ વીડિયોમાં શરજીલ કથિત રુપથી એ કહે છે કે આપણી પાસે પાંચ લાખ લોકો હોય સંગઠિત હોય તો આપણે અસમ કે નોર્થ ઇસ્ટથી હિન્દુસ્તાનને હંમેશા માટે અલગ કરી શકીએ છીએ. સ્થાયી માટે નહીં તો એક-બે મહિના માટે આસમને હિન્દુસ્તાન સાથે કટ કરી શકીએ છીએ. રેલવે ટ્રેક પર એટલો કાટમાળ નાખો કે તેમને એક મહિના હટાવવામાં લાગી જશે. જવું હોય તો એરફોર્સથી જાય. આસામને અલગ કરવું આપણી જવાબદારી છે.શરજીલ કથિત રુપથી એમ પણ કહે છે કે આસામ ઇન્ડિયાથી કપાઈને અલગ થઈ જાય, ત્યારે જ તે આપણી વાત સાંભળશે. આસમમાં મુસલમાનોની શું સ્થિતિ છે, તમને ખબર છે શું? ત્યાં એનઆરસી લાગુ થઈ ગઈ છે. મુસલમાનો ડિટેન્શન કેમ્પમાં નાખવામાં આવી રહ્યા છે. 6-8 મહિનામાં ખબર પડશે કે બધા બંગાળીઓને મારી નાખવામાં આવ્યા છે ત્યાં. જો આપણને આસમની મદદ કરવી હોય તો આસામનો રસ્તો બંધ કરવો પડશે.
First published: January 25, 2020, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading