CAA વિરોધ : શાયર મુનવ્વર રાણાની દીકરીઓ વિરુદ્ધ કેસ ; અખિલેશની દીકરી પણ વિરોધમાં જોડાઈ

News18 Gujarati
Updated: January 21, 2020, 12:43 PM IST
CAA વિરોધ : શાયર મુનવ્વર રાણાની દીકરીઓ વિરુદ્ધ કેસ ; અખિલેશની દીકરી પણ વિરોધમાં જોડાઈ
ફાઇલ તસવીર

મુનવ્વર રાણાની દીકરી સુમૈયા અને ફૌજિયા પર કલમ 144ના ઉલ્લંઘન અને સરકારી કર્મચારી પર હુમલો કરવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  • Share this:
ઋષભ મણી ત્રિપાઠી/ મુકેશ કુમાર, લખનઉ : ઉત્તર પ્રદેશના લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં ઐતિહાસિક હુસૈનાબાદ ઘંટાઘર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ઠાકુરગંજ પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. એફઆઈઆરમાં 20 મહિલાઓને આરોપી બતાવવામાં આવી છે. જેમાં જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુનવ્વર રાણાની દીકરી સુમૈયા અને ફૌજિયા પર કલમ 144ના ઉલ્લંઘન અને સરકારી કર્મચારી પર હુમલો કરવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ ઘંટાઘર ખાતે થઈ રહેલા પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની દીકરી ટીના યાદવ પણ જોડાઈ છે.

દેખવામાં મહિલાઓ સાથે બાળકો પણ સામેલ

સીએએ અને એનઆરસીના વિરોધમાં જૂના લખનઉમાં મહિલાઓનું પ્રદર્શન શરૂ થયું છે. હકીકતમાં ખુલ્લા આકાશ નીચે ગત શુક્રવારથી મોટી સંખ્યામાં અહીં મહિલાઓ દિલ્હીના શાહીન બાગ જેવું વિરોધ પ્રદર્શન ઘંટાઘર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શનમાં બાળકો પણ સામેલ થયા છે. આ મહિલાઓનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી સીએએ અને એનઆરસીને પરત નહીં લે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

પોલીસે ધાબળા જપ્ત કર્યાનો આક્ષેપ

આ પહેલા દેખાવ કરી રહેલી મહિલાઓએ આક્ષેપ લગાવ્યો કે ખૂબ ઠંડી હોવા છતાં શનિવારે મોડી રાત્રે તેમના ધાબળા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જોકે, પોલીસે એક નિવેદન બહાર પાડીને આ વાતને રદીયો આપ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ સામાજિક સંસ્થા આ મહિલાઓને ધાબળા આપી રહી હતી, આ દરમિયાન જે લોકો દેખાવમાં સામેલ ન હતાં તેઓ પણ અહીં પહોંચી ગયા હતા. ભીડ અને અફરાતફરીને રોકવા માટે ત્યાંથી ધાબળા હટાવી લેવાયા હતા.

અખિલેશ યાદવની દીકરી ધરણા સ્થળ પર પહોંચી.
અખિલેશ યાદવની દીકરીની તસવીર વાયરલ

ઘંટાઘર ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની દીકરી ટીના યાદવે ધરણાસ્થળ પર પહોંચીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન ધરણા પર બેસેલી બાળકીઓએ તેની સાથે સેલ્ફી લીધી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે ટીના 18મી જાન્યુઆરીના રોજ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તસવીર હવે વાયરલ થઈ છે.



દીકરીઓ માટે ટોઇલેટ કેમ બંધ કરી દીધા? : મુનવ્વર રાણા

આ મામલે શાયર મુનવ્વર રાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, 'બીજેપીને આટલા વર્ષ પછી મોકો મળ્યો છે તો તેમણે પોતાની 'સૌનો સાથ સૌનો વિકાસ'ની વાત પર કાયમ રહેવું જોઇએ. મારી દીકરીઓ ઘંટાઘર પર છે અને સરકારે કલમ 144 લગાવી દીધી છે. આટલો ખરાબ કાયદો તો હિટલરે પણ બનાવ્યો ન હતો. આજે દેશની બાળકીઓ રડી રહી છે. તમે એ પણ નથી કરવા દેતા. એક બાજુ મુસલમાન બહેનો તલાક માટે લડી રહી છે. શરમજનક વાત છે. એક બાજુ શૌચાલય બનાવવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ જ્યાં મહિલાઓ ધરણા પર બેઠી છે ત્યાં શૌચાલયો બંધ કરી દેવાયા છે.'
First published: January 21, 2020, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading