નાગરિકતા પર સંગ્રામ : UPના 21 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, 13 લોકોનાં મોત

News18 Gujarati
Updated: December 21, 2019, 9:09 AM IST
નાગરિકતા પર સંગ્રામ : UPના 21 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, 13 લોકોનાં મોત
હિંસા દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી.

તંત્રએ અફવાઓ અને દેખાવકારોને ભડકાવવા માટે સંદેશા ફેલાતા રોકવા માટે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સાથે સાથે શનિવારે રાજ્યમાં સ્કૂલ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

  • Share this:
લખનઉ : નાગરિકતા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ફૉર સિટિઝનશિપ (NRC)ના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની લખનઉ સહિત જિલ્લાઓમાં દેખાવકારો રસ્તા પર ઉતરીને તોડફોડ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 13 પર પહોંચી છે. બિઝનોર, સંભલ, ફિરોઝાબાદમાં બે-બે લોકોનાં મોત થયા છે. જ્યારે મેરઠ, કાનપુર અને વારાણસીમાં એક-એક લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ત્રણ ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. તંત્રએ અફવાઓ અને દેખાવકારોને ભડકાવવા માટે સંદેશા ફેલાતા રોકવા માટે 21 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સાથે સાથે શનિવારે રાજ્યમાં સ્કૂલ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. (આ પણ વાંચો : શાહઆલમ હિંસા : આ બે ચહેરાએ લોકોને ઉશ્કેર્યા, સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું)

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસથી હિંસક પ્રદર્શનો થઈ રહ્યા હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે કોઈને પણ કાયદો અને વ્યવસ્થા સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી. સાથે જ તેમણે હિંસા ફેલાવી રહેલા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ચમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : શાહઆલમ હિંસામાં પથ્થરો ઝીલનારા ACPએ કહ્યુ, 'નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે'

આ પહેલા શુક્રવારે રાજ્યમાં અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થી અને ડીજીપી ઓપી સિંહે લખનઉના રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી હતી. આ વિસ્તારોમાં બે દિવસ પહેલા હિંસા થઈ હતી. હિંસા અને વિરોધ પ્રદર્શનને જોતા આખા ઉત્તર પ્રદેશમાં 31મી જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સાથે જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો વધારાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસ પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે.

 ભીમ આર્મીને ચંદ્રશેખરની અટકાયત

બીજી તરફ દિલ્હી પોલીસે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ પહેલા ચંદ્રશેખરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તેઓ દિલ્હી ગેટથી ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવે તો પોતાની ધરપકડ વહોરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship Amendment Act)ના વિરોધમાં ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ શુક્રવારે બપોરે દિલ્હીની જામા મસ્જિદ ખાતે થયેલા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : પથ્થરમારામાં અમે સાક્ષાત મોત જોયું, શું થતું હતું તેનું ભાન જ ન હતું : મહિલા પોલીસકર્મી

અટકાયત પહેલા ચંદ્રશેખરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતં કે, "જો દિલ્હી પોલીસ વાતચીત કરવા માંગે છે તો પહેલા દિલ્હી ગેટથી પકડવામાં આવેલા લોકોને મુક્ત કરે." અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, "તમામ લોકોને મુક્ત કરવામાં આવે, હું ધરપકડ માટે તૈયાર છું. મિત્રો સંઘર્ષ કરતા રહેજો અને સંવિધાનના રક્ષણ માટે એકસાથે રહેજો. જય ભીમ, જય સંવિધાન."
First published: December 21, 2019, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading