CAA-NRCના મુદ્દે સોનિયા ગાંધીએ સરકારનો ઉઘડો લીધો કહ્યુ,'શાહમાં પૂર્વોતરમાં જવાની હિમ્મત નથી'

News18 Gujarati
Updated: December 16, 2019, 6:31 PM IST
CAA-NRCના મુદ્દે સોનિયા ગાંધીએ સરકારનો ઉઘડો લીધો કહ્યુ,'શાહમાં પૂર્વોતરમાં જવાની હિમ્મત નથી'
સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ CAA-NRCના મુદ્દે દેશમાં થઈ રહેલા હિંસક દેખાવોના મુદ્દે સરકારનો ઉધડો લીધો

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ CAA-NRCના મુદ્દે દેશમાં થઈ રહેલા હિંસક દેખાવોના મુદ્દે સરકારનો ઉધડો લીધો છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી સહિત દેશભરમાં થઈ રહેલા હિંસક દેખાવોના મુદ્દે સોનિયા ગાંધીએ એક પ્રેસ નોટ બહાર પાડી કહ્યું છે કે 'સરકારમાં બેસેલા લોકો જ્યારે હિંસા કરાવે, સંવિધાન પર આક્રમણ કરે, દેશના યુવાનોને નિર્દયીતાથી મરાવે તો દેશ કેવી રીતે ચાલશે?'

પૂર્વોત્તરના રાજ્યોમાં જવાની શાહની હિમ્મત નથી : સોનિયા

નાગરિકતા કાયદા વિશે થઈ રહેલા હિંસક દેખાવો વિશે સોનિયાએ કહ્યું, ' આસામ, ત્રિપૂરા, મેઘાલય બળી રહ્યું છે, પોલીસની ગોળીઓથી ફક્ત આસામમાં ચાર મોત થયા છે. દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ સુધી વિરોધ થઈ રહ્યો છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહની ખુદની હિમ્મત નથી કે તે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પ્રવાસ કરી શકે. ત્યાં સુધીકે અગાઉ બાંગ્લાદેશના વડાપ્રધાને ભારતનો પ્રવાસ પણ રદ કરી દીધો છે.'

આ પણ વાંચો :  CAA કાયદાની અસર ભારતના કોઈ પણ ધર્મના નાગરિકને નહીં થાય : PM મોદી

સોનિયાએ આક્ષેપ કર્યો કે નાગરકિતા સંસોધન કાયદો અને એનઆરસી ભાગલા પાડવાની નીતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર અને તેમના મંત્રીઓ દેશના યુવાનોને ઉગ્રવાદ, નકસલવાદી, અલગાવવાદી અને દેશદ્રોહી સાબિત કરવામાં વ્યસ્ત છે.

સોનિયાએ કહ્યું કે પીએમ મોદીએ જાણી લેવાની જરૂર છે કે જ્યારે યુવાન અને છાત્ર શક્તિ જાગે છે ત્યારે દેશમાં નવો બદલાવ આવે છે. ભાજપીઓ અહંકાર અને પોલીસના લાઠી ચાર્જથી છાત્રો પર જે દમન ગુજાર્યો છે તે મોદી સરકારના અંતની શરૂઆત થશે.આ પણ વાંચો : ઉન્નાવ રેપ કેસ: BJP MLA કુલદીપ સેંગર દોષી, તીસ હજારી કોર્ટે CBIને આડેહાથ લીધી

નાગરિકતા સંશોધન કાયદો શું છે?

નાગરિકતા સંશોધન કાયદા હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા. તેથી વિપક્ષ આ બિલનો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ કરી રહ્યું હતું. સોમવારે લોકસભામાં આ બિલને મંજૂરી મળી મંગળવારે રાજ્યસભામાં પસાર થતાં આ બિલ કાયદો બની ગયું હતું.
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading