કોરોના મહામારી (Corona epidemic) રોકવા વૈશ્વિક કક્ષાએ પ્રયાસો થાય છે. લોકોને કોરોનાની રસી (Corona vaccine)આપવામાં આવી રહી છે. પરંતુ કોરોના વાયરસના (Corona virus)બદલાતા સ્વરૂપે ભય વધાર્યો છે. નવા નવા વેરિયન્ટ સંશોધકોને મળી રહ્યા છે. જેના કારણે મૂંઝવણ વધી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોને કોરોનાનું નવું વેરિયન્ટ (Corona virus variant)મળ્યું હતું. તે માત્ર એક વાયરસ નહીં પણ આનુવંશિક રીતે સમાન વાયરસનું ક્લસ્ટરિંગ છે. જેને C.1.2 તરીકે c-1-2-variant)ઓળખવામાં આવે છે.
સંશોધકોએ ગયા અઠવાડિયે પ્રિ-પ્રિન્ટ સ્ટડી રિલીઝ થઈ હતી. પરંતુ હજી પીઅર-રિવ્યુ કરવાની બાકી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ક્લસ્ટરે ટૂંકા ગાળામાં ઘણા મ્યુટેશન મેળવ્યા છે. વાયરસની પ્રકૃતિ જ આવી હોય છે. તેઓ સતત મ્યુટેટ થતા હોય છે. C.1.2 કેટલાક ઇન્ડિવિઝ્યુઅલ મ્યુટેશન છે. પણ તે કઈ રીતે કામ કરે છે તે અંગે આપણી પાસે વધુ માહિતી નથી. જેથી આ બધા વેરિયન્ટ અન્ય વેરિયન્ટની સરખામણીએ કેટલી અસર કરશે તે કહેવું મુશ્કેલ છે.
અત્યારે ગભરાવાની જરૂર નથી. તે વ્યાપક પણે ફેલાઈ રહ્યું નથી. હવે કોરોના વાયરસ કે તેના કોઈપણ વેરિયન્ટ સામે લડવા પૂરતા સાધનો અને અનુભવ તબીબ જગત પાસે છે.
શું તે વધુ ચેપી અથવા ગંભીર હશે?
C.1.2 વેરિયન્ટ પેરુમાં જોવા મળતા લેમ્બડા વેરિએન્ટ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમાં ઇન્ડિવિઝ્યુઅલ મ્યુટેશન છે. પરંતુ આ મ્યુટેશન સંપૂર્ણપણે કેવી રીતે કામ કરશે તે અંગે આપણને જાણ નથી.
મનુષ્યમાં ચોક્કસ વેરિયન્ટ કેવી રીતે કામ કરે છે તે જોવાની જરૂર છે. જેથી આપણને ખ્યાલ આવે કે, તે વધુ ટ્રાન્સમિસિબલ છે કે નહીં. તે વધુ ગંભીર રોગનું કારણ બને છે કે અન્ય વેરિયન્ટની સરખામણીએ રસીના કારણે આપણને મળતી રોગપ્રતિકારક શક્તિથી બચી જાય છે, તેનો પણ ખ્યાલ આવશે. વર્તમાન સમયે C.1.2 વેરિયન્ટ હજી વધુ ફેલાયો નથી. જેથી તે મનુષ્યમાં કેવી રીતે વર્તે છે તે વિશે આપણે પૂરતું જાણતા નથી. તે દક્ષિણ આફ્રિકામાં પાંચ ટકાથી પણ ઓછા નવા કેસોમાં જવાબદાર છે. જ્યારે મે મહિનાથી વિશ્વભરમાં માત્ર 100 જેટલા કોરોના કેસોમાં જ તે જોવા મળ્યો છે. તે હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વેરિયન્ટ ઓફ ઇંટ્રેસ્ટ કે વેરિયન્ટ ઓફ કોન્સર્નમાં સામેલ થયો નથી.
શું તે અન્ય વેરિયન્ટને ઓવરટેક કરી લેશે?
C.1.2.નું શુ થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. આ વેરિયન્ટનો વ્યાપ વધે અને અન્ય વેરિયન્ટને ઓવરટેક કરી લે તેવું બની શકે અથવા આ વેરિયન્ટ ગાયબ પણ થઈ શકે છે. આ વાયરસમાં મ્યુટેન્ટનો સમૂહ છે, પણ તેનો અર્થ એ નથી કે મ્યુટેન્ટ અન્ય વેરિયન્ટ બહાર કાઢવા માટે સાથે મળીને કામ કરશે.
હાલના સમયે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ભયાનક છે. જેથી C.1.2 વધુ ખતરનાક ન બની જાય તેનું ધ્યાન રાખવું પડશે. જો તે વ્યાપક પણે ફેલાવાનું શરૂ કરે તો તેના પર નજર રાખવી મહત્વની બાબત છે. જેથી ઓસ્ટ્રેલિયામાં કોમ્યુનિકેબલ ડિસીઝ જીનોમિક્સ નેટવર્ક તેના પર બારીકાઈથી નજર રાખે છે.
શું તેના પર રસી અસર કરશે?
આ વેરિયન્ટ સામે રસીની અસર ન થતી હોવાનો કોઈ પુરાવો નથી. આપણી રસીઓ અત્યાર સુધીમાં અન્ય તમામ વેરિએન્ટ્સ સામે રક્ષણ આપી રહી છે અને તે C.1.2 વેરિએન્ટ સામે રક્ષણ અપાશે તેવી અપેક્ષા છે. C.1.2 કેવી રીતે વર્તે છે તેનો ખ્યાલ જલ્દી આવી જશે. તેના પર નજર છે અને ડેટા આવી રહ્યા છે. જેથી આપણે ધીરજ રાખવાની જરૂર છે. ગભરાવવાથી કોઈ ઉકેલ આવશે નહીં.
મહામારીના સમયમાં નવા વેરિયન્ટ વચ્ચે અમુક સમાચારો વધારીને બતાવવામાં આવી રહ્યા છે. જરૂર ન હોય ત્યારે ભય ઉભો કરવો એ સૌથી મોટું જોખમ છે. આ સમય લોકો માટે કપરો છે. કેમ કે કોનું સાંભળવું અને કોના પર વિશ્વાસ કરવો તે જાણવું લોકો માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતો પર ભરોસો કરવાની સલાહ આપવામાં આવે છે. ગભરાટ અને નકારાત્મકતા તરફ ધ્યાન આપશો નહીં. તમને વિશ્વસનીય મીડિયા સ્રોતોમાંથી માહિતી મળી રહી હોવાની ખાતરી કરવી જોઈએ.
હાલની સ્થિતિમાં કોરોના સામે લડવા રસી જ શ્રેષ્ઠ સાધન છે. નવા વેરિયન્ટ વાયરસના વ્યાપને વધારે તેવી શક્યતાઓ વધુ છે. જેથી જેમ બને તેમ વધુને વધુ લોકોનું રસીકરણ કરવું જોઈએ. આવું કરવાથી ખતરો સાવ ટળી જશે અને વધુ વેરિયન્ટ નહી આવે તેવું નથી. મ્યુટેશન ખૂબ ઓછા કિસ્સામાં થાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમાં મ્યુટેશન થવાનો ખતરો છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ રીતે પ્રત્યાઘાત આપે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ કેટલી સક્ષમ છે અને લાંબી બીમારી છે કે કેમ તેના પર બધો જ મદાર છે.
આપણે બધા 100એ 100 ટકા લોકોનું રસીકરણ નહીં કરી શકીએ અને રસી પણ 100 ટકા પરફેક્ટ નથી. જેથી વાયરસ ફેલાવાની શક્યતા છે. પણ રસીકરણ જોખમ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હવાની અવરજવર રહેવી, હવા ફિલ્ટર કરવી જેવી તકેદારી પણ વાયરસનો ફેલાવો રોકે છે.
(ધ યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના ફેકલ્ટી ઓફ મેડિસિન, એડજન્ટ એસોસિએટ પ્રોફેસર ઇયાન એમ. મેકે)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર