Home /News /national-international /Bypoll Results: 6 રાજ્યોની 7 વિધાનસભા સીટ પર આજે પરિણામ, મતગણતરી થઈ શરુ

Bypoll Results: 6 રાજ્યોની 7 વિધાનસભા સીટ પર આજે પરિણામ, મતગણતરી થઈ શરુ

પ્રતિકાત્મક ફોટો

છ રાજ્યોમાં સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો માટે બસ હવે થોડો સમય જ બાકી છે. રવિવારે મતગણતરી પ્રક્રિયા શરુ થશે.

    નવી દિલ્હી: છ રાજ્યોમાં સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો માટે બસ હવે થોડો સમય જ બાકી છે. રવિવારે મતગણતરી પ્રક્રિયા શરુ થશે. જે સાત સીટ પર ભાજપ અને ક્ષેત્રિય પાર્ટીઓ વચ્ચે ટક્કર થવાની છે, તેમાંથી ત્રણ ભાજપ પાસ છે, જ્યારે બે સીટ કોંગ્રેસ પાસે છે. આમ શિવસેના અને રાજદ પાસે પણ એક એક સીટ હતી.

    આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા, જાણો કયાંથી આવ્યા આ લોકો?

    પેટાચૂંટણીવાળી આ સીટોમાં પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પરિવારનો ગઢ ગણાતી હરિયાણાની આદમપુર સીટ પણ છે. ભજનલાલના પૌત્ર ભવ્ય બિશ્નોઈ અને અનંત સિંહની પત્ની નીલમ દેવી મોકામા સીટ પર ઉમેદવારો છે. જેમના નસીબનો ફેસલો આજે થશે. બિશ્નોઈ ભાજપ જ્યારે નીલમ રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. અનંત સિંહને અયોગ્ય ઘોષિત કર્યા બાદ બિહારની મોકામા સીટ પર પેટાચૂંટણી થઈ હતી.

    આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું

    આ ઉપરાંત બિહારની ગોપાલગંજ સીટ, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ સીટ, તેલંગણાની મુનુગો઼ડે સીટ, ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ સીટ અને ઓડિશાની ધામનગર સીટ પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bypoll, Election Result

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन