Home /News /national-international /

મિત્રને Whats app ઉપર સૂસાઈડ નોટ મોકલીને પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, થયો ચોંકાવનારો ખુલાસો

મિત્રને Whats app ઉપર સૂસાઈડ નોટ મોકલીને પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, થયો ચોંકાવનારો ખુલાસો

પરિણીતાની તસવીર

તેણે પિયરના લોકોને કહ્યું કે સાસરીવાળા તેને ખૂબ જ હેરાન કરે છે. તેના પ્રતિ કોઈ સમ્માન નથી રાખતા.

  જલંધરઃ સાસરીના લોકોના ત્રાસથી પરિણીતાઓની આત્મહત્યાના (Suicide) કેસો છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો પંજાબના (Punjab) જલંધરમાં (Jalandhar) બન્યો હતો. જ્યાં એક મહિલાએ સાસરીના મ્હેણા ટોંણા (domestic violence) સાંભળીને કંટાળીને ઝેરી (Poison) દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ પોતાના એક મિત્રને વોટ્સ એપ (whatsapp web) ઉપર સૂસાઈડ નોટ (suicide note) મોકલી હતી. જેના પગલે સમગ્ર ઘટનાનો સામે આવી હતી. પોલીસે આ અંગે સાસરીના લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી. આદર્શ નગરમાં રહેનારા સાસરીના લોકોએ તેને માંગલિક કહેતા તેને ખોટું લાગ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે મૃતક પરિણીતાના પિતાના નિવેદનના આધારે પરિણીતાના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધી છે. વસ્તી વાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક નિવેદન પ્રમાણે ઈન્દ્રપ્રસ્થ હોટલની પાસે આદર્શન નગરમાં રહેતા હરિસિંહે કહ્યું તે તેની પુત્રી શિલ્પાના લગ્ન 27 એપ્રિલ 2019ના દિવસે ભુલ્લર કોલોની, ડાકોહા, રામા મંડીના સોનુ સાથે થયા હતા.

  લગ્ન બાદ પતિ સોનુ અને સાસરીના લોકોએ તેના ઉપર ત્રાસ ગુજારવાનું શરુ કરી દીધું હતું. સાસરીના લોકો શિલ્પાને માંગલિક હોવાના મ્હેંણા ટોંણા મારતા હતા. દરરોજ બીમાર રહે છે. તે તેને છોડી દેશે. તેને છૂટાછેડા આપશે. આવા મેંણા સાંભળીને શિલ્પા ખૂબ જ કંટાળી હતી. આવું લગભગ એક વર્ષ સુધી ચાલ્યા બાદ તે ઓગસ્ટ મહિનામાં પોતાના ગૃહનગર આદર્શન ગર રાખીના દિવસે આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

  તેણે પિયરના લોકોને કહ્યું કે સાસરીવાળા તેને ખૂબ જ હેરાન કરે છે. તેના પ્રતિ કોઈ સમ્માન નથી રાખતા. શુક્રવારે સાંજે તેણે એક ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. જ્યારે તેની તબીય બગડી ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેણે ઝેરી પદાર્થ ખાધો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

  તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. જ્યારે પત્રકારોને પોલીસે આ અંગે જાણવાની કોશિશ કરી તો પોલીસ મીડિયા સામે કંઈ જણાવવાનો ઈન્કાર કર્યો હતો.


  ઉલ્લેખનીય છેકે અત્યારના આધુનિક જમાનામાં પણ સાસરીના લોકો પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવાનું ચૂકતા નથી. કોઈના કોઈ રીતે પરિણીતાને હેરાન પરેશાન કરતા હોય છે. સાસરીના લોકોથી કંટાળીને નબળા મનની પરિણીતાઓ આત્મહત્યા કરવા જેવું અંતિમ અને કઠોર પગલું ભરતી હોય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Woman suicide, આત્મહત્યા, પંજાબ

  આગામી સમાચાર