4 લોકસભા અને 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી આજે, કેરાનામાં BJPની પ્રતિષ્ઠા દાવ પર

News18 Gujarati
Updated: May 28, 2018, 1:17 AM IST
4 લોકસભા અને 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી આજે, કેરાનામાં BJPની પ્રતિષ્ઠા દાવ પર

  • Share this:
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને નાગાલેન્ડની 4 લોકસભા સીટો અને 10 વિધાનસભા સીટો માટે સોમવારે પેટા ચૂંટણી થવાની છે. જ્યારે, કર્ણાટકની બે વિધાનસભાની સીટો આરઆરનગર અને જયાનગર પર પણ આજે મતદાન થવાનો છે. ઉત્તર પ્રદેશની કૈરાના મહારાષ્ટ્રની પાલઘર, ભંડારા-ગોદિયા અને નાગાલેન્ડની એકમાત્ર લોકસભા સીટ માટે આજે વોટ નાંખવામાં આવશે. આમાંથી યૂપીની કૈરાના લોકસબા સીટ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે કર્ણાટકની બે વિધાનસભાની સીટો પર થનાર ચૂંટણી પર પણ બધાની નજર રહેશે. વોટિંગ સવારે સાત વાગ્યાથી શરૂ થશે, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. વોટિંગ માટે પોલિંગ બૂથોની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાર લોકસભા સીટો સાથે જ આજે 10 એસેમ્બલી સીટો પર પણ પેટા ચૂંટણી થવાની છે. આ સીટો છે - નૂરપુર (યૂપી), મહેશ્વતા (પં.બંગાળ), આમપતિ (મેઘાલય), થરલી (ઉત્તરાખંડ), ચેંગનૂર (કેરલ), જોકીહાટ (બિહાર), ગોમિયા (ઝારખંડ), સિલ્લી (ઝારખંડ), સહકોટ (પંજાબ), પાલસ-કાડેગાંવ (મહારાષ્ટ્ર). 12 મેના દિવસે કર્ણાટકની 224 સીટોમાંથી 222 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. આરઆરનજર અને જયાનગર સીટ પર મતદાન સ્થગિત હતું. આજે આ બંને સીટો પર ચૂંટણી યોજાઈ રહી છે. બધા જ લોકસભા અને વિધાનસભાની સીટોના પરિણામ 31 મેના દિવસે જાહેર કરવામાં આવશે.

કૈરાનામાં બીજેપીને મળી શકે છે ટક્કર

યૂપીના કૈરાના લોકસભા સીટ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ બીજેપી ધારાસભ્ય હુકુમ સિંહના નિધન બાદ ખાલી થઈ છે. અહી જીત માટે કૈરાનાના બે પરિવારો - હુકુમ સિંહ અને અખ્તર હસન વચ્ચે છે. એક તરફ હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહ બીજેપીની ટીકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. બીજી તરફ દિવંગત ધારાસભ્ય મુનવ્વર હસનની પત્ની તબસ્સુમ હસન આરએલડીના ચૂંટણી ચિહ્ન પર સપા-બસપા-કોંગ્રેસ-આરએલડી ગંઠબંધન ધરાવનાર ઉમેદવાર છે.

મહારાષ્ટ્રના બે લોકસભા સીટો પર થઈ રહી છે વોટિંગ

મહારાષ્ટ્રના પાલઘર અને ભંડારા-ગોંદિયા લોકસભા ચૂંટણી વિસ્તારમાં થઈ રહેલ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ, બીજેપી અને શિવસેનાએ કમર કસી લીધી છે. શિવસાનેએ જ્યાં દિવંગત ધારાસભ્ય ચિંતામન બાંગાના પુત્ર શ્રીનિવાસ વાંગાને પાલઘરથી મેદાનમાં ઉતાર્યો છે, જ્યારે બીજેપીએ હાલમાં જ કોંગ્રેસ છોડીને આવેલ રાજેન્દ્ર ગાવિતને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.જણાવી દઈએ કે, બીજેપી ધારાસભ્ય ચિંતામન વાંગાનું આ વર્ષે જાન્યુઆરીમાં નિધન પછી પાલઘરમાં પેટાચૂંટણી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભંડારા-ગોંદિયાથી બીજેપી ધારાસભ્યએ સંસદ અને પાર્ટી સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેથી આ સીટ ખાલી થઈ ગઈ હતી.

કર્ણાટકની બે વિધાનસભા સીટો પર પણ થઈ રહી વોટિંગ

આ ઉપરાંત કર્ણાટકની બે વિધાનસભા સીટો પર આરઆરનગર અને જયાનગર માટે આજે વોટિંગ થઈ રહી છે. 12 મેના દિવસે કર્ણાટકના કુલ 224 સીટોમાંથી 222 સીટો પર ચૂંટણી યોજાઈ હતી, પરંતુ બે સીટો પર મતદાન સ્થગિત હતું. આ બંને સીટો પર કોંગ્રેસ, જેડીએસ અને બીજેપી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાઈ રહ્યો છે.

બધી જ લોકસભા સીટો અને વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી અને ઈલેક્શનના પરિણામની જાહેરાત 31 મેના દિવસે કરવામાં આવશે.
First published: May 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading