નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની બે લોકસભા (UP Lok Sabha By-Election Results 2022) સીટ રામપુર (Rampur Byelection Results)અને આઝમગઢની (Azamgarh Byelection Results) પેટાચૂંટણી માટે મત ગણતરી (Byelection Results) પુરી થઇ ગઈ છે. રામપુર લોકસભાની પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બીજેપીના ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સમાજવાદીના પાર્ટીના આસિમ રજા સામે 40048 મતોથી જીત મેેળવી છે.
બીજી તરફ આઝમગઢ સીટ પરથી બીજેપીના દિનેશ લાલ યાદવ નિરહુઆએ પોતાની લીડ બનાવી દીધી છે. નિરહુઆ હાલ સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવથી આગળ ચાલી રહ્યા છે.
રામપુર અને આઝમગઢમાં પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થયું હતું. રામપુર પર 41.39 અને આઝમગઢ સીટ પર 49.43 ટકા મતદાન થયું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં આ બન્ને સીટો પર સમાજવાદી પાર્ટીનો કબજો હતો. આઝમગઢથી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે અને રામપુરથી આઝમ ખાને જીત મેળવી હતી. જોકે 2022માં બન્ને વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય બનતા બન્નએ લોકસભાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે પેટા ચૂંટણી યોજાઇ હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત્ રહ્યો છે. રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. પેટાચૂંટણીમાં આપના દુર્ગેશ પાઠકનો 11555 મતથી બીજેપીના રાજેશ ભાટિયા સામે વિજય થયો છે. રાઘવ ચઠ્ઠાના રાજીનામા પછી આ સીટ ખાલી પડી હતી.
ત્રિપુરાની 3 સીટો પર બીજેપીનો વિજય
ત્રિપુરાની પેટા ચૂંટણીમાં ભાજપાએ ચારમાંથી ત્રણ સીટો પર જીત મેળવી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપાના નેતા માણિક સાહાએ ટાઉન બારદોવાલીથી 6104 મતોથી વિજય મેળવ્યો છે. પ્રતિષ્ઠિત અગરતલા સીટથી કોંગ્રેસના ઉમેદવાર સુદીપ રોયે 3163 મતથી જીત મેળવી છે.
પંજાબની સંગરુર લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. આ બેઠક પર શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરણજીત સિંહ માનનો વિજય થયો છે. આપના ગુરમૈલ સિંહનો પરાજય થયો છે. ભગવંત માન મુખ્યમંત્રી બનતા તેમણે આ બેઠક ખાલી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર