Home /News /national-international /મૈનપુરી પેટાચૂંટણી: સપાના કાર્યકર્તાઓને મત આપવા દેતા નથી, પોલીસ પ્રશાસન ખુદ લડી રહ્યું છે ચૂંટણી: અખિલેશ યાદવ

મૈનપુરી પેટાચૂંટણી: સપાના કાર્યકર્તાઓને મત આપવા દેતા નથી, પોલીસ પ્રશાસન ખુદ લડી રહ્યું છે ચૂંટણી: અખિલેશ યાદવ

અખિલેશ યાદવ (ફાઈલ ફોટો)

ઉત્તર પ્રદેશમાં આજે એક લોકસભા અને બે વિધાનસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે. મૈનપુરી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

  મૈનપુરી: ઉત્તર પ્રદેશમાં આજે એક લોકસભા અને બે વિધાનસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે. મૈનપુરી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તો વળી ભાજપ તરફથી રઘુરાજ શાક્ય તાલ ઠોકી રહ્યા છે. વોટિંગની વચ્ચે અખિલેશ યાદવે નિષ્પક્ષ ચૂંટણીને લઈને જિલ્લા પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, ફક્ત મૈનપુરી જ નહીં, પણ રામપુરમાં પણ ફરિયાદ આવી રહી છે. ત્યાં પણ નિષ્પક્ષ ચૂંટણી થતી નથી. જ્યાંરથી અમે ત્યાંથી વોટ માંગીને આવ્યા છીએ, ત્યારથી ફરિયાદો આવી રહી છે.  અખિલેશ યાદવે કહ્યું કે, રામપુરમાં કોઈને પણ વોટ આપવા દેતા નથી. કોઈને પણ ક્યાંયથી નિકળવા દેતા નથી. જેમની પાસે આઈ કાર્ડ છે, તેમને પણ વોટ આપ્યા વગર પાછા મોકલી રહ્યા છે. રામપુરમાંથી જે રીતે સમાચાર આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, પોલીસ ખુદ મારપીટ કરવામાં લાગેલી છે. અખિલેશ યાદવે કહ્યું કે, જો અમે મૈનપુરીની વાત કીરએ તો અહીં, પ્રેશર બનાવામાં આવી રહ્યું છે, નામ પુછી પુછીને અંદર જવા દેવામાં આવે છે.

  આ પણ વાંચો: પેટાચૂંટણી: ગુજરાતની સાથે દેશમાં આજે અહીં પણ થવાનું છે મતદાન, 6 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર થશે વોટિંગ

  મૈનપુરી નેતાજીની કર્મભૂમિ- અખિલેશ યાદવ


  અખિલેશ યાદવે કહ્યું કે, પોલીસ એવી ભાષાનો ઉપયોગ કરી રહી છે કે, તેને હું અહીં શેર પણ નથી કરી શકતો. ભાજપ સપાની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. અધિકારીઓને મોનિટરીંગ કરવા બેસાડ્યા છે, એક અધિકારીએ મને જણાવ્યું છે કે, વાત ન પુછો કેટલું પ્રેશર આપવામાં આવી રહ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું અહીં કંઈ નથી. મૈનપુરી નેતાજીની કર્મભૂમિ છે. વારસામાં નેતાજીએ અહીં વિકાસ કર્યો છે. આ વાત ભારતીય જનતા પાર્ટીને ખબર છે. એટલા માટે ભાજપ અહીં ગભરાયેલી છે.

  સવારથી મળી રહી છે ફરિયાદો


  અખિલેશ યાદવે કહ્યું કે, મને નથી ખબર કે મતદાન શરુ થવાની સાથે જ પ્રશાસન કોના ઈશારે કામ કરી રહ્યું છે. ખબર નહીં પોલીસને શું બ્રીફિંગ કરવામાં આવ્યું છે. સવારથી સતત ફરિયાદો આવી રહી છે અને આ ફરિયાદો ખાલી મૈનપુરી લોકસભા સીટથી જ નહીં પણ બીજી સીટો પર પણ આવી રહી છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: By election, અખિલેશ યાદવ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन