31 જાન્યુઆરી સુધી ડ્રોનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું તો થશે જેલ!

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન રાખનારા, ઉડાવનારા તમામ લોકોને 31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવવા સૂચન કર્યું છે

 • Share this:
  નવી દિલ્હી : ડ્રોન રાખવા અને ઉડાવનારાઓ માટે મોટા સમાચાર. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે તમામ લોકોને કહ્યું છે કે તેઓ જાતે જ 31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી લે. જો તેઓ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને 31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમની વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ અને વિમાન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનનું રજિસ્ટ્રેશન 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ઈરાન પર ડ્રોન હુમલા બાદથી ઉડ્ડયન મંત્રાલયે આ પગલું ભર્યું છે. મંત્રાલય તરફથી આ સંદર્ભમાં એક પલ્બિક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

  મંત્રાલયનું કહેવું છે કે સરકારની જાણમાં આવ્યું છે કે કેટલાક ડ્રોન અને ડ્રોન સંચાલક છે જેઓ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના માપદંડોને પૂરા નથી કરતા. સિવિલ ડ્રોન અને ડ્રોન સંચાલકોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક ઘોષણાની તક આપવામાં આવી રહી છે. ડ્રોન રાખનારા દરેક વ્યક્તિને 31 જાન્યુઆરી, 2020 સુધી ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

  મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેસર

  ડ્રોન માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ ઑગસ્ટ 2018માં CAR લાગુ કર્યો હતો. તે હેઠળ ડ્રોન માલિકોને ડ્રોન માટે એક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર (UIN) લેવાનું હોય છે. સાથે જ પરમિટ અને અન્ય મંજૂરીઓની વ્યવસ્થા પણ તેમાં કરવામાં આવી છે. મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેરસ છે. હવે 31 જાન્યુઆરી સુધી જે ડ્રોન માલિક સ્વૈચ્છિક ઘોષણા કરશે તેમને બે યૂનિક નંબર આપવામાં આવશે. આ બંને નંબર ડ્રોન રાખવાનો અધિકાર આપશે. આપના ડ્રોનને રજિસ્ટ્રેશન કરાવવા માટે https://digitalsky.dgca.gov.in/ પર લૉગ-ઇન કરવું પડશે.

  આ પણ વાંચો, જો પતંગ ચગાવવાનું આ ગણિત આવડી ગયું તો તમારો પતંગ હવા સાથે વાતો કરશે!
  Published by:Mrunal Bhojak
  First published: