ISROના ચીફ કે સિવન બોલ્યા, ડિસેમ્બર 2021 સુધી અંતરિક્ષમાં માનવ મોકલશે ભારત

News18 Gujarati
Updated: September 21, 2019, 11:21 PM IST
ISROના ચીફ કે સિવન બોલ્યા, ડિસેમ્બર 2021 સુધી અંતરિક્ષમાં માનવ મોકલશે ભારત
ગગનયાન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે, આ દેશની વિજ્ઞાન અને પ્રદ્યોગિકી ક્ષમતાને વધારશે

ગગનયાન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે, આ દેશની વિજ્ઞાન અને પ્રદ્યોગિકી ક્ષમતાને વધારશે

  • Share this:
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ કે. સિવને શનિવારે કહ્યું કે, દેશ ડિસેમ્બર 2021 સુધીમાં મનુષ્યને અંતરિક્ષમાં મોકલવા માટે પોતાના લક્ષ્યને પૂરુ કરવા કામ કરી રહ્યું છે.

ઈસરો (ISRO)ના અધ્યક્ષ કે. સિવને શનિવારે કહ્યું કે, ગગનયાન કેવી રીતે ઉપયોગી થઈ શકે છે? ગગનયાન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે, આ દેશની વિજ્ઞાન અને પ્રદ્યોગિકી ક્ષમતાને વધારશે. 2020 ડિસેમ્બર સુધી અમે માનવ અંતરિક્ષ વિમાનનું પહેલુ માનવરહિત મિશન કરવા જઈ રહ્યા છીએ.

કે. સિવને કહ્યું કે, બીજા માનવ રહિત માનવ અંતરિક્ષ વિમાન માટે અમારૂ લક્ષ્ય જુલાઈ 2021 સુધીનું છે. ડિસેમ્બર 2021 સુધી અમે પહેલી વખત કોઈ ભારતીયને પોતાના રોકટ દ્વારા અંતરિક્ષમાં મોકલીશુ. આ અમારૂ લક્ષ્ય છે, ઈસરોમાં દરેક કોઈ તેના પર કામ કરી રહ્યું છે.

ચન્દ્રયાન-2ના ગગનયાન મિશન પર નહી પડે અસર
કે. સિવને કહ્યું કે, ચન્દ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની ઈસરોની યોજના પૂરી ન થઈ શકી પરંતુ, તેની ગગનયાન મિશન પર કોઈ અસર નહી પડે. તેમણે કહ્યું કે, ચંદ્રમા મિશનની તમામ પ્રદ્યોગિકીઓ સોફ્ટ લેન્ડિંગને છોડી સટીક સાબિત થઈ છે. શું આ સફળતા નથી.

સારી રીતે કામ કરી રહ્યું છે ચંદ્રયાન-2નું ઓર્બિટરઆ પહેલા કે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2 મિશને 98 ટકા લક્ષ્ય મેળવ્યું છે, જ્યારે વૈજ્ઞાનિક લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે, અને નક્કી કરેલા તમામ પ્રયોગ સારી રીતે કરી રહ્યું છે.
First published: September 21, 2019, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading