વેપારીની પત્નીની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી, પરિવારજનોએ કહ્યું- હત્યા કરીને લટકાવી

આંચલના લગ્ન 9 ફેબ્રુઆરી 2019ના રોજ શાકભાજી મસાલા ઉત્પાદના ડિસ્ટ્રીબ્યૂટર સૂર્યાંશ ખરબંદા સાથે થયા હતા

uttar pradesh news - હત્યા કે આત્મહત્યા તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે, મૃતકને એક વર્ષનો પુત્ર પણ છે

  • Share this:
    કાનપુર : ઉત્તર પ્રદેશના (uttar pradesh)કાનપુર (Kanpur)જિલ્લાના નજીરાબાદ પોલીસ સ્ટેશનની અંદર આવતા અશોક નગર વિસ્તારમાં એક વેપારીની પત્નીની લાશ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ પુત્રીને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. શાકભાજી મસાલાના વેપારી સૂર્યાંશ ખરબંદાના લગ્ન 3 વર્ષ પહેલા આંચલ ગ્રોવર (25 વર્ષ) સાથે થયા હતા. મૃતકની માતા રીના ગ્રોવરનો આરોપ છે કે પતિ સૂર્યાંશે અમારી પુત્રીને મારીને તેની લાશ પંખા સાથે લટકાવી દીધી છે. જ્યારે સાસરિયાના લોકો આત્મહત્યા (Suicide)કરી હોવાની વાત કરી રહ્યા છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમે સાબિતી ભેગી કરી છે અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. મૃતકને એક વર્ષનો પુત્ર પણ છે.

    જાણકારી પ્રમાણે કાકાદેવ નિવાસી પ્લાસ્ટિકની જરકેન ફેક્ટરીના સંચાલક પવન ગ્રોવરે પુત્રી આંચલના લગ્ન 9 ફેબ્રુઆરી 2019ના રોજ શાકભાજી મસાલા ઉત્પાદના ડિસ્ટ્રીબ્યૂટર સૂર્યાંશ ખરબંદા સાથે કર્યા હતા. શુક્રવારે રાત્રે 2 કલાકે સૂર્યાંશના ઘરેથી પોલીસને આંચલના આત્મહત્યા કરવાની સૂચના આપવામાં આવી હતી. જેથી પોલીસ સૂર્યાંશના ઘરે પહોંચી હતી અને આંચલની લાશ પંખા સાથે લટકી રહી હતી. ઘરમાં સૂર્યાંશ સહિત બધા પરિવારનો સભ્યો ફરાર હતા. જેથી પોલીસે પિયરમાં ઘટનાની જાણકારી આપી હતી.

    આ પણ વાંચો - મોતનો Video: 5 સેકન્ડમાં ગયો યુવકનો જીવ, બાઇક લપસ્યું અને ટ્રકે માથું કચડી નાખ્યું

    પુત્રીના મોતની સૂચના મળતા જ પવન ગ્રોવર તેમનો પુત્ર અક્ષય ગ્રોવર અને સંબંધીઓ અશોક નગર પહોંચી ગયા હતા. ભાઈ અક્ષય ગ્રોવરે જણાવ્યું કે લગ્ન પછી બહેનને દહેજ માટે સૂર્યાંશ હંમેશા તંગ કરતો હતો. પોતાની હેસિયત કરતા વધારે દહેજ આપી ચૂક્યા હતા પણ સૂર્યાંશ સતત તેની ઉપર દબાણ બનાવી રહ્યો હતો.

    આ પણ વાંચો - નવી આન્ટીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું

    તેમણે આરોપ લગાવ્યા છે કે સૂર્યાંશના અન્ય યુવતીઓ સાથે પણ અવૈધ સંબંધ છે અને તે તેની બહેનને પ્રતાડિત કરતો હતો. નસીરાબાદના એસીપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે મહિલા ઘરમાં પંખેથી લટકેલી હોવાની જાણકારી મળી હતી. આ મામલામાં પરિવારજનો દ્વારા આપેલી માહિતી પર કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: