બિરલા પરિવાર અમેરિકામાં Racismનો બન્યો શિકાર, પુત્રીએ કહ્યું- અમને રેસ્ટોરાંથી બહાર તગેડ્યા

News18 Gujarati
Updated: October 26, 2020, 2:29 PM IST
બિરલા પરિવાર અમેરિકામાં Racismનો બન્યો શિકાર, પુત્રીએ કહ્યું- અમને રેસ્ટોરાંથી બહાર તગેડ્યા
અનન્યા બિરલા

નીરજા બિરલાના પુત્ર અને ક્રિકેટર આર્યમાન બિરલાએ પણ ટ્વિટ કરીને આ અનુભવને અયોગ્ય જણાવ્યું. તેમણે કહ્યું કે દુનિયામાં જાતિવાદ હજી પણ છે અને આ એક સચ્ચાઇ છે.

  • Share this:
દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે અમેરિકાના જાતિવાદની ઘટના થઇ હોવાની વાત સામે આવી છે. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. અનન્યા બિરલાએ ટ્વિટમાં લખ્યું કે આ રેસ્ટોરન્ટ સ્કોપા ઇટેલિયન રુટ્સએ મને અને મારા પરિવારને પોતાના પરિસરમાંથી બહાર નીકાળી દીધા. આ ખૂબ જ જાતિવાદી અને દુખી કરનારું હતું.

તમારે તમારા ગ્રાહકો સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઇએ આ ઠીક નથી. બીજા ટ્વિટમાં અનન્યાએ લખ્યું કે અમે રેસ્ટોરેંટમાં ખાવા માટે 3 કલાક રાહ જોઇ. શેફ એન્ટોનિયો તમારા વેટર જોશુઆ સિલ્વમેને મારી માતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. જેને જાતિવાદ કે નસ્લભેદ કહી શકાય. આ ઠીક નથી. કુમાર મંગલમ બિરલાની પત્ની અને અન્યયા બિરલાની મા નીરજા બિરલા પણ ટ્વિટ કરીને આ ઘટનાને ખૂબ જ ચોંકવનારું જણાવ્યું.

તેણે લખ્યું કે રેસ્ટોરન્ટના કોઇ પણ ગ્રાહકને તમે આ રીતે ટ્રીટ ન કરી શકો તમારી જોડે આવો કોઇ અધિકાર નથી. નીરજા બિરલાના પુત્ર અને ક્રિકેટર આર્યમાન બિરલાએ પણ ટ્વિટ કરીને આ અનુભવને અયોગ્ય જણાવ્યું. તેમણે કહ્યું કે દુનિયામાં જાતિવાદ હજી પણ છે અને આ એક સચ્ચાઇ છે.



તમને જણાવી દઇએ કે મીડિયાએ યુઝર્સ અનન્યા બિરલાના આ ટ્વિટ પર જોરદાર પ્રતિક્રિયા આપી છે. અનેક બોલિવૂડ સેલેબ્રિટી પણ આ પર અનન્યા બિરલાની સાથે થયેલા દુવ્યવહારને વખોડ્યું છે. અભિનેતા રણવિજય સિંહ આ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિશ્વાસ નથી કરી શકતો, આ યોગ્ય નથી.

વધુ વાંચો : કોરોના વેક્સીન Covaxin ક્યારે લૉન્ચ થશે? ભારત બાયોટેકે આ મામલે આપી આ અપડેટ

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના તે સમયે થઇ છે જ્યારે દુનિયામાં જાતિવાદનો મુદ્દો ચરમ સીમા પર ચર્ચાઇ રહ્યો છે. અને બ્લેક લાઇવ્સ મેટર નામે ચર્ચિત અભિયાન પણ ચાલી રહ્યું છે. દુનિયાભરના લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને ચામડીના રંગથી લોકો સાથે વર્તન બદલવાની વાતને વખોડી રહ્યા છે.

રંગભેદનો આ મુદ્દા હાલમાં ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું જ્યારે એક અશ્વેેત વ્યક્તિને પોલીસે ધરપકડ વખતે તે રીતે કષ્ટ આપ્યો કે તેની મોત થઇ ગઇ. આ પછી અમેરિકામાં આ મામલે જોરદાર પ્રદર્શન થયા છે.
Published by: Chaitali Shukla
First published: October 26, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading