મામા બનીને ગરીબ દીકરીના લગ્નમાં પહોંચ્યા, 9 તોલા સોનું, 1 કિલો ચાંદી આપીને નિભાવી મામેરાની વિધિ

આ વેપારીની સરખામણી ગ્રામીણ વિસ્તારમાં ભગવાન કૃષ્ણની કથામાં આવતી નરસી જી ના મામેરા સાથે કરવામાં આવી રહી છે

madhya pradesh News - વેપારી દ્વારા લગભગ 10 લાખ રૂપિયાની મામેરાની વિધિ કરવામાં આવી હતી. ગામના લોકો આ જોઈને ચકિત રહી ગયા

  • Share this:
    ગ્વાલિયર : મધ્ય પ્રદેશમાં (madhya pradesh)શિવપુરી જિલ્લાના એજવારા ગામમાં એક ગરીબ પુત્રીના લગ્ન દેશમાં ચર્ચા જગાવી રહ્યા છે. દુલ્હન બનેલી પુત્રીના મામા ન હતા. તેની જાણકારી મળતા નોઇડાના એક વેપારીએ લગ્નમાં આવીને મામાની ખોટ પુરી કરી હતી અને લાખો રૂપિયાનું મામેરું (bhat rasm)આપ્યું હતું. વેપારીએ વરરાજા અને દુલ્હનને લગભગ પાંચ લાખના ઘરેણા આપ્યા હતા. જેમાં 9 તોલા સોનું (gold) અને 1 કિલો ચાંદીનો (silver)સમાવેશ થાય છે. તેમણે વરરાજાને એક લાખ કેશ અને સ્માર્ટફોન આપ્યો હતો. ગામની 350 મહિલાઓ માટે સાડીયો અને પુરુષો માટે 100 જોડી પેન્ટ શર્ટ આપ્યા હતા. તેમણે જાનમાં આવેલા બધા લોકોને ભેટ આપી હતી. આ વેપારીની સરખામણી ગ્રામીણ વિસ્તારમાં ભગવાન કૃષ્ણની કથામાં આવતી નરસી જી ના મામેરા સાથે કરવામાં આવી રહી છે.

    શિવપુરી જિલ્લાના એજવારા ગામમાં રહેતા થાન સિંહ યાદવની પુત્રીના લગ્નમાં મામેરાની વિધિ થવાની હતી. જોકે દુલ્હન પરેશાન હતી કે કારણ કે તેને કોઇ મામા ન હતા. વરરાજા અને જાનૈયા મંડપમાં આવી ગયા હતા. મામેરાની વિધિ શરૂ થવાની હતી. આ દરમિયાન નોઇડાથી ગોવિંદ સિંઘલ નામના વેપારી પરિવાર સાથે ગામમાં આવ્યા હતા. વેપારીએ કહ્યું કે તે દુલ્હનના મામાની ખોટ પુરી કરશે અને મામેરું ભરશે. મામેરાની વિધિ શરૂ થઇ તો દુલ્હનનો પરિવાર ખુશ થઇ ગયો હતો. જાનૈયા અને ગામના લોકો પણ ચકિત હતા. બધા વેપારીને ફરિશ્તા બતાવી રહ્યા હતા.

    આ પણ વાંચો - ભાણાના મામેરામાં બે કોથળામાં રૂપિયા ભરીને પહોંચ્યા 3 મામા, બધી નોટો ગણતા લાગ્યા 3 કલાક

    વેપારીએ સાંભળી લીધી હતી દુલ્હનની માતાની વાત

    દુલ્હનની માતાને કોઇ ભાઇ ન હતો. તેના નાના પણ 30 વર્ષ પહેલા સંન્યાસી થઇને ચાલ્યા ગયા હતા. પુત્રીના લગ્ન પહેલા દુલ્હનની માતાએ પોતાના પિતાને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને ખબર પડી હતી કે પિતા ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરના જેવરમાં સાધુ બનીને રહે છે. દુલ્હનની માતા અને પિતા તેમને શોધવા ગૌતમબુદ્ધ નગર પહોંચ્યા હતા. તેમણે સાધુના વેશમાં રહેલા પિતાને કહ્યું કે મારી પુત્રીના લગ્ન છે, મામેરાની વિધિ માટે તમારે આવવું પડશે. જોકે સંન્યાસી પિતાએ આવવાની ના પાડી હતી.

    આ પણ વાંચો - પોલીસની ઉદારતા, રસોઇયાના પુત્રી-પુત્રના લગ્નમાં પોલીસના સ્ટાફે 5.21 લાખ રૂપિયાનું મામેરું ભર્યું

    સંયોગથી ત્યાં નોઇડાના વેપારી ગોવિંદ સિંઘલે સંન્યાસી પિતા અને પુત્રીની વાતચીત સાંભળી હતી. તે પછી તેમણે દુલ્હનની માતા અને પિતાને પરેશાની પૂછી હતી. ત્યારે તેમણે સિંઘલને જણાવ્યું કે તેમનો કોઇ ભાઇ નથી, પુત્રીના મામેરાની વિધિ કોણ નિભાવશે? વેપારી સિંઘલે તેમનું સરનામું સીધું, પુત્રીના લગ્નની તારીખ જાણી અને એ કહીને રવાના કર્યા કે તે તમે બઘા ઘરે જાવ ભગવાન બધું સારું કરશે. તેમણે તે સમયે નક્કી કરી લીધું હતું કે મામેરાની વિધિ તે કરશે. તે લગ્નના દિવસે ગામ પહોંચ્યા અને વિધિ નિભાવી હતી.

    ગોવિંદ સિંઘલ દ્વારા લગભગ 10 લાખ રૂપિયાની મામેરાની વિધિ કરવામાં આવી હતી. ગામના લોકો આ જોઈને ચકિત રહી ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published: