Home /News /national-international /10 લાખની સોપારી આપી પિતાએ જવાન દીકરાની કરાવી હત્યા, કારણ કે પુત્ર...

10 લાખની સોપારી આપી પિતાએ જવાન દીકરાની કરાવી હત્યા, કારણ કે પુત્ર...

પિતાએ જવાન દીકરાની કરાવી હત્યા

Father Gives Supari to Kill Son: કર્ણાટકના હુબલી શહેરમાં એક પિતાએ નશામાં ધૂત રહેતા પુત્રની સોપારી આપીને હત્યા કરાવી દીધી હતી. મૃતક પુત્રની ઉંમર 30 વર્ષની છે, અને તેનું નામ અખિલ સૈત છે. પોલીસે આગળ જણાવ્યું કે, આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. અખિલ સૈતના પિતા ભરત મહાજન સૈત હુબલીના ઉદ્યોગપતિ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: એક પિતા લાખો કષ્ટોને સહન કરીને સંતાનોની ઈચ્છા પૂરી કરે છે. બાળકના ભારણ પોષણથી લઈને શિક્ષણ અને વ્યવસાયમાં આવ્યા પછી પણ પુત્રની કોઈપણ સમસ્યાને દૂર કરવા પિતા ઢાલની જેમ ઉભા રહે છે. દરેક પિતાની ઈચ્છા હોય છે કે, તે પોતાનું બધું ગુમાવ્યા પછી પણ પોતાના સંતાનોને સારું જીવન આપવા માંગે છે. પણ જો કોઈ પિતા પોતાના જ પુત્રની હત્યા કરાવવા માટે સુપારી આપી મારી નાખે તો તેને તમે શું કહેશો? વાસ્તવમાં કર્ણાટકમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે પિતા-પુત્રના સંબંધોને શરમાવે તેવી ઘટના છે.

  પિતાએ સોપારી આપી પુત્રની હત્યા કરાવી


  આ કેસમાં વેપારી પિતાએ 10 લાખની સોપારી આપીને પોતાના જ પુત્રની હત્યા કરાવી દીધી હતી. કેસની ફરિયાદ મળ્યા બાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી હકીકત સામી આવી હતી. પૂછપરછ બાદ પુત્રની હત્યાનો કોન્ટ્રાક્ટ આપનાર પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. વાસ્તવામાં કર્ણાટકના હુબલી શહેરમાં એક પિતાએ પોતાના નશામાં ધૂત રહેતા પુત્રની સોપારી આપીને મારી નાખ્યો હતો. મૃતક પુત્રની ઉંમર 30 વર્ષની છે, અને તેનું નામ અખિલ સૈત છે. પોલીસે આગળ જણાવ્યું કે, આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. અખિલ સૈતના પિતા ભરત મહાજન સૈત હુબલીના ઉદ્યોગપતિ છે. પોલીસે ભરત મહાજન સૈતની ધરપકડ કરી લીધી છે.

  આ પણ વાંચો: વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ, નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે કાર્યવાહી

  પિતાએ પાતાનો ગુનો કબુલ કર્યો


  આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા પ્રમાણે પિતા ભરત મહાજન સૈતે 3 ડિસેમ્બરે કેશવપુર પોલીસ સ્ટેશનમાં તેમના પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસની તપાસ દરમિયાન પોલીસને પિતા પર શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, આરોપી પિતાએ 10 લાખ રૂપિયાની સોપારી આપીને પુત્રની હત્યા કરાવી દીધી હતી.

  આ પણ વાંચો: 2027 સુધીમાં ભારતનાં રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃદ્ધિની અપેક્ષા

  પુત્ર રોજ દારૂ પીને ઘરે આવતો


  પોલીસ પૂછપરછમાં મૃતકના પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું હતું કે, તેનો પુત્ર રોજ દારૂ પીને ઘરે આવતો હતો અને તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. પિતાએ પુત્રને ઠપકો આપતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘણુ સમજાવ્યા બાદ પણ પુત્ર સમજવા માટે તૈયાર ન હતો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પિતાએ હત્યા કરાવવા માટે સોપારી અને પોતાના પુત્રની હત્યા કરાવી દીદી હતી.

  આ પણ વાંચો: હત્યાનો ગુનો નોંધાતા દેવાયત ખવડ ઘરને તાળું મારી ફરાર

  મૃતદેહની શોધખોળ હજુ ચાલું છે.


  આ મામલે પોલીસને જાણવા મળ્યું છે કે, અખિલ સૈતની હત્યા એક અલગ જગ્યાએ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી પોલીસ દ્વારા લાશ મળી શકી નથી. પોલીસે કથિત સોપારી કિલર મહાદેવ નલવાડા, સલીમ ઉર્ફે સલાઉદ્દીન મૌલવી અને રહેમાન વિશે પણ માહિતી એકઠી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા હૈદરાબાદમા પણ એક આવી જ ઘટના બની હતી. તે કેસમાં એક એક શિક્ષક પિતાએ 8 લાખ રૂપિયાની સોપારી આપીને તેના યુવાન પુત્રની હત્યા કરાવી દીધી હતી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Father Murdered, Murder case, Son Murdered Father

  विज्ञापन
  विज्ञापन