નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી

News18 Gujarati
Updated: December 15, 2019, 11:17 AM IST
નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી
16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં જે બસમાં નિર્ભયા સાથે ગેંગરેપ થયો તે હાલમાં સાગરપુર વિસ્તારમાં રાખવામાં આવી છે.

નિર્ભયા ગેંગરેપના આરોપીઓને પકડવા માટે પોલીસને મદદરૂપ બની મહત્વની આ ત્રણ કડીઓ

  • Share this:
આનંદ તિવારી, નવી દિલ્હી : 16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના રસ્તાઓ પર જે ચાલતી બસમાં નિર્ભયા (Nirbhaya) નામની યુવતીની સાથે ગેંગરેપ (Nirbhaya Gang Rape Case) થયો, તે બસ અને તેની અંદરથી મળેલા પુરાવા બાદમાં તપાસ દરમિયાન આ મામલાની મહત્વપૂર્ણ કડી પુરવાર થઈ હતી. નિર્ભયા કાંડના આરોપીઓને સજા અપાવવામાં આ બસની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. હાલમાં જ્યારે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની (Death Sentence) ચર્ચા ચાલી રહી છે. ન્યૂઝ18 ગુજરાતી આપને જણાવવા જઈ રહ્યું છે તે બસની કહાણી. અત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં છે તે બસ? મૂળે, દેશને ચોંકાવનારી આ ઘટનાની મહત્વપૂર્ણ કડી રહી આ બસ, હાલમાં કન્ડમ હાલતમાં દિલ્હીના સાગરપુર વિસ્તારમાં રાખવામાં આવી છે.

16 ડિસેમ્બરની એ રાત્રે શું થયું હતું?

16 ડિસેમ્બરની રાત્રે સફેદ રંગની આ બસ નંબર 0149 રવિદાસ કેમ્પમાં રોજની જેમ ઊભી હતી. ત્યારે બસના મુખ્ય ડ્રાઇવર રામસિંહ પ્લાન બનાવે છે. તેની સાથે મુકેશ, અક્ષય, પવન, વિનય અને એક સગીર પણ હતો. તમામ લોકો બસ લઈને રવિદાસ કેમ્પ આર.કે. પુરમથી રવાના થાય છે. આર.કે. પુરમમાં બસમાં CNG પુરાવે છે. પછી આફ્રિકન એવન્યૂ થઈને બસ IIT ફ્લાઇઓવર પોલીસ કૉલોની પહોંચે છે. ત્યાં એક શખ્‍સ રામ આધાર હાથ ઊંચો કરીને બસ રોકાવીને તેમાં સવાર થયા છે. તેની સાથે આ આરોપી લૂંટફાટ કરી તેને બસથી ફેંકી દે છે. ચાલથી બસ આ દરમિયાન હૌજખાસ ગોલ્ડન ડ્રેગન રેસ્ટોરાંની રેડ લાઇટથી યૂ-ટર્ન લઈને મુનિરકા બસ સ્ટેન્ડ પહોંચી જાય છે.

નિર્ભયા અને તેનો મિત્ર બસમાં સવાર થયા

મુનિરકા બસ સ્ટેન્ડની પાસે નિર્ભયા અને તેનો મિત્ર ઊભા હતા. બસથી સગીર બૂમ પાડે છે, 'પાલમ, નજફગઢ, દ્વારકા'. યુવતી અને તેનો મિત્ર પાલમ જવાનું ભાડું પૂછીને બસમાં સવાર થાય છે. બસમાં ડ્રાઇવર કેબિન હતી અને ડ્રાઇવીંગ સીટ પર ભગવાન શિવની મૂર્તિ હતી, બસમાં મરૂન કલરના પડદા લાગેલા હતા. નિર્ભયા અને તેનો મિત્ર બસમાં ડાબી બાજું કંડક્ટરની સીટની પાછળ બીજી લાઇનની સીટ પર બેઠા હતા. પૈસા લેતી વખતે એક આરોપીએ નિર્ભયા પર ખરાબ નજર નાંખી. નિર્ભયાના મિત્રએ વિરોધ કર્યો તો તેમા તેને મારવા લાગ્યા. નિર્ભયાનો મિત્ર બસની સીટી નીચે છુપાઈ ગયો. ત્યારબાદ નિર્ભયાની સાથે વારાફરતી તમામ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન બસ મહિલપાલપુરથી યૂટર્ન લઈને દિલ્હી કેન્ટ બાદ પાલમ ફ્લાઇઓવર થઈને પછી યૂટર્ન લઈને રંગપુરીના રસ્તે પહોંચી ગઈ, જ્યાં મહિપાલપુર વિસ્તારમાં યુવતી અને તેના મિત્રને નીચે ફેંકી દીધા. આરોપીઓએ તેમની પર બસ ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપી બસ લઈને રવિદાસ કેમ્પ પહોંચ્યા, જ્યાં તમામે પોતાના અને નિર્ભયાના કપડાં સળગાવ્યા. બાકી બચેલા કપડા જમીનમાં દાટી દીધા અને બસને ધોઈ દીધી, જેથી કોઈ પુરાવા ન બચે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસોતપાસની 3 મહત્વપૂર્ણ બાબતો

ઘટના બાદ જ્યારે પોલીસને જાણકારી મળી તો ત્રણ મહત્વપૂર્ણ બાબતો તપાસ માટે સૌથી પહેલા સામે આવી. પહેલી સફેદ રંગની બસ, બીજી બાબત બસ પર યાદવ લખેલું હતું અને ત્રીજી બાબત બસમાં ડ્રાઇવિંગ સીટ પર ભગવાન શિવની મૂર્તિ લાગેલી હતી. મૂર્તિને આરોપીઓએ ઘટના બાદ હટાવી દીધી હતી. સીસીટીવીના પણ કેટલા પુરાવા મળ્યા હતા, બસનો નંબર નહતો મળી રહ્યો. કોટલા મુબારકપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન SHO નરેશ સોલંકીને કેસ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ લીડ મળી. તેમને એક ખબરીએ પાલસ વિસ્તારથી ફોન કરી જણાવ્યું કે 'યાદવ ટ્રાવેલ્સ'ની એક બસ રોજ રાત્રે આર.કે. પુરમ રવિદાસ કેમ્પમાં આવીને ઊભી હોય છે. ઘટનાના બીજા દિવસે જ એટલે કે 17 ડિસેમ્બરને નરેશ સોલંકી, ઈન્સ્પેક્ટર વેદપ્રકાશ અને કેસની મહિલા આઈઓ પ્રતિભા અને બાકી સ્ટાફે આરોપી રામસિંહની રવિદાસ કેમ્પથી સાંજે 4 વાગ્યે ધરપકડ કરી લીધી.

પહેલી ધરપકડ, બસ જપ્ત

આ કેસની પહેલી ધરપકડ હતી અને બસ પણ રવિદાસ કેમ્પથી જપ્ત કરવામાં આવી. ત્યારબાદ ઇન્સ્પેક્ટર વેદપ્રકાશ ફોરેન્સિક ટીમની સાથે તપાસ કરવા બસને લઈ ત્યાગરાજ સ્ટેડિયમ પહોંચ્યા. બસમાંથી નિર્ભયાના વાળ, તેના શરીરના માંસના કેટલાક ટુકડા અને લોહીના નમૂના મળી આવ્યા. જે લોખંડના સળીયાથી નિર્ભયાને મારવામાં આવી હતી, તે પણ પોલીસે શોધી કાઢ્યો. બસની સીટ પર લોહીના નિશાન મળ્યા હતા. મૂળે આ બસ AT Ambit કંપની માટે ચાર્ટર્ડ બસનું કામ કરતી હતી. સવારે 7 વાગ્યે બાળકોને સ્કૂલે છોડતી હતી અને સવારે 9 વાગ્યાની આસપાસ રોજ કંપનીના કર્મચારીઓને આર.કે. પુરમથી નોઈડા છોડવા જતી હતી. બપોરે 1 વાગ્યાની આસપાસ બાળકોને સ્કૂલથી ઘરે છોડીને સાંજે 6 વાગ્યે નાઈડાથી કંપનીના કર્મચારીઓને પરત આર.કે. પુરમ છોડતી હતી. હાલ આ બસ કન્ડમ હાલતમાં દિલ્હીના સાગરપુર વિસ્તારમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો, નિર્ભયા કાંડના એ 4 ગુનેગાર જેમને આપવામાં આવી શકે છે ફાંસી
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading