Home /News /national-international /VIDEO: હાથીએ પીછો કરતા બસ 8 કિલોમીટર સુધી રિવર્સ ગીયરમાં ચાલી, જુઓ વીડિયો

VIDEO: હાથીએ પીછો કરતા બસ 8 કિલોમીટર સુધી રિવર્સ ગીયરમાં ચાલી, જુઓ વીડિયો

હાથીએ એક બસનો પીછો કરતા બસને સતત આઠ કિલોમીટર સુધી રિવર્સ ગિયરમાં ચલાવવાની ફરજ પડી હતી.

હાથીએ એક બસનો પીછો કરતા બસને સતત આઠ કિલોમીટર સુધી રિવર્સ ગિયરમાં ચલાવવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રિશુર જિલ્લાના ચાલુકુડ્ડીથી તમિલનાડુના વલપારી જતી એક પેસેન્જર બસનો હાથીએ પીછો કરતા ડ્રાઈવરે સતત આઠ કિલોમીટર સુધી 40 જેટલા મુસાફરોને લઈને જતી બસને રિવર્સ ગિયરમાં ચલાવી હતી.

વધુ જુઓ ...
    ચેન્નાઈઃ હાથીએ એક બસનો પીછો કરતા બસને સતત આઠ કિલોમીટર સુધી રિવર્સ ગિયરમાં ચલાવવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રિશુર જિલ્લાના ચાલુકુડ્ડીથી તમિલનાડુના વલપારી જતી એક પેસેન્જર બસનો હાથીએ પીછો કરતા ડ્રાઈવરે સતત આઠ કિલોમીટર સુધી 40 જેટલા મુસાફરોને લઈને જતી બસને રિવર્સ ગિયરમાં ચલાવી હતી. આ ઘટના મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ અબલ્લાપરાથી અન્નાકાયમ વચ્ચેના જંગલમાંથી પસાર થતા રોડ પર ઘટી હતી. વનવિભાગના અધિકારીઓએ આ હાથીનું નામ રજનીકાન્તની એક મુવી પરથી કબાલી રાખ્યું છે.



    બસમાં બેઠેલા પેસેન્જરે ઉતાર્યો હતો વીડિયો

    આ વીડિયો એક બસમાં જ બેઠેલા પેસેન્જર દ્વારા ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથી પાછળ ફરીને બસ તરફ સૂંઢ હલાવી રહ્યો છે. હાથીની આ એક્શનને જોતા જ બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી સામે આવતા જ બસનો ડ્રાઈવર તેને રોડની દિશા કરતા વિરુદ્ધ દિશામાં એટલે કે રિવર્સ ચલાવી રહ્યો છે.

    આ પણ વાંચોઃ જંગલી હાથીએ મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો

    હાથીએ બસનો સતત એક કલાક સુધી પીછો કર્યો

    હાથી બસની પાછળ-પાછળ સતત એક કલાક સુધી ચાલ્યો હતો. જોકે અન્નાકાયમ પહોંચ્યા પછી તે જંગલમાં પરત જતો રહ્યો હતો. આ અંગે બસ ડ્રાઈવરે જણાવ્યું હતું કે આ એક જીંદગીનો યાદગાર પ્રસંગ હતો. તે સમયે મારા માટે બસને સતત આઠ કિલોમીટર સુધી રિવર્સમાં ચલાવ્યા સિવાય કોઈ જ રસ્તો નહોતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ હાથી અહીં છેલ્લા બે વર્ષથી ફરી રહ્યો છે. જોકે તે છેલ્લા થોડા અઠવાડિયાથી જ આ રીતે રોડ પર જતા વાહનોનો પીછો કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ જ હાથીએ વનવિભાગની જીપ પર હુમલો કર્યો હતો. થોડા સમય પહેલા અબાલાપારા ખાતેની કેએસઈબી ઓફિસ પર પણ જાનવરે હુમલો કર્યો હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Goes viral, Going Viral, Hungry Elephant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन