કુલ્લૂ : હિમાચલ પ્રદેશના (himachal pradesh)કુલ્લૂમાં (kullu)મોટી બસ દુર્ઘટના સામે આવી છે. સોમવારે સવારે સૈજ ઘાટીમાં એક બસ ખીણમાં (bus accident)ખાબકી છે. બસમાં કુલ 20થી વધારે લોકો સવાર હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. બસમાં કેટલાક બાળકો પણ હતા જે સ્કૂલ જઈ રહ્યા હતા. પ્રાઇવેટ બસ અનિયંત્રિત બનીને ખીણમાં ખાબકી હતી.
આ બસ સૈજ ઘાટીના શેંસરથી સૈજ તરફ જઈ રહી હતી તે દરમિયાન જંગલા નામના સ્થળે આ ઘટના બની હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બસમાં સ્થાનીય લોકો સાથે સ્કૂલના બાળકો પણ સવાર હતા. જે સૈજ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા.
એસપી કુલ્લૂ ગુરુદેવ શર્માએ જણાવ્યું કે બસ દુર્ઘટનાગ્રસ્ત થવાની સૂચના મળી છે અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઈ છે. બતાવવામાં આવી રહ્યું છે કે સવારે 8 કલાકે આ દુર્ઘટના બની હતી. ગામના લોકોની મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં બસના ફૂરચા ઉડી ગયા છે. ડ્રાઇવર બસને સાઇડમાંથી લઇ જઈ રહ્યો હતો તે દરમિયાન બસ અનિયંત્રિત બનીને ખીણમાં ખાબકી હતી. બસ ઘણી ઉપરથી નીચે પડી હતી.
Himachal Pradesh | 10 dead after a private bus rolled off a cliff in Jangla area of Sainj valley on Neoli-Shansher road of Kullu district. Injured being shifted to Local hospitals, teams from Kullu moved to spot: DC Kullu Ashutosh Garg pic.twitter.com/iJ06mN1SEF
આ દુર્ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં થયેલી બસ દુર્ઘટના દિલ કંપાવી દે તેવી છે. આ દુખના સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. મને આશા છે કે જે ઇજાગ્રસ્ત થયા છે તે જલ્દી સ્વસ્થ બની જશે. સ્થાનીય પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક પ્રકારની મદદ પહોંચાડી રહ્યું છે.
બસ દુર્ઘટના પર હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે દુખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાચ અને ઇજાગ્રસ્તોને 15-15 હજાર રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. સીએમે કહ્યું કે દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનો પ્રત્યે તેમની સંવેદના છે અને ઇજાગ્રસ્તોના જલ્દી સ્વાસ્થ્ય લાભની કામના કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર