શરમજનક કિસ્સોઃ દારુ પીધા બાદ બસ ડ્રાઈવર અને કંડક્ટરે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, બંનેની ધરપકડ

શરમજનક કિસ્સોઃ દારુ પીધા બાદ બસ ડ્રાઈવર અને કંડક્ટરે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, બંનેની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

મહિલા શુક્રવારે સાંજે ચાર વાગ્યે મેરઠ પોતાની સાસરીથી નીકળી પોતાના પિયર મિર્જાપુર મૂળ નિવાસ સ્થાન ઉપર પહોંચી હતી.

 • Share this:
  મેરઠઃ અત્યારે દુષ્કર્મની ઘટનાઓનો જાણે રાફડો ફાટ્યો હોય એમ રોજેરોજ દુષ્કર્મની (Rape case) ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) પ્રકાશમાં આવી છે. જ્યા એક મહિલા સાથે બસના ડ્રાઈવર (bus driver) અને કંડક્ટરે (Conductor) દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં આરોપીઓએ એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં પોલીસે બંનેની ધરપકડ (Arrested) કરવામાં આવી હતી.

  મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહે કહ્યું કે મહિલા આરોપી બસ ડ્રાઈવરને ઓળખતી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે મહિલા શુક્રવારે સાંજે ચાર વાગ્યે મેરઠ પોતાની સાસરીથી નીકળી પોતાના પિયર મિર્જાપુર મૂળ નિવાસ સ્થાન ઉપર પહોંચી હતી. તેણે બસ ચાલક સુનિલ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તે બસ સ્ટેશન પહોંચી જ્યાંથી તેણે કોલોનીમાં લઈ ગયો હતો. તેની સાથે બસ કંડક્ટર અરવિંદ કુમાર પણ સાથે હતો. ત્રણે ફ્લેટમાં દારુનું સેવન કર્યું હતું.  પોલીસે મહિાલની કોલ ડિટેલથી આરોપીને ઓળખી પાડ્યા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાનો છેલ્લો ડાયલ નંબર બસ ડ્રાઈવરનો હતો. તેના ફોનની લોકેશનથી ફ્લેટને શોધવામાં મદદ મળી હતી. જ્યાં એક દારુની બોટ અને ત્રણ ખાલી ગ્લાસ મળ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

  શંકાસ્પદ ઘરમાં અમે ચૌધરીનું લોકેશન મળ્યું હતું જે મેરઠ-ગાઝિયાબાદ માર્ગ ઉપર બસ ચલાવતો હતો. શનિવારે રાત્રે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બસ ડ્રાઈવર ચૌધરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. રવિવારે મોદીનગરમાં રહેતા કંડક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  આ પણ વાંચોઃ-મિત્રને Whats app ઉપર સૂસાઈડ નોટ મોકલીને, પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, થયો ચોંકાવનારો ખુલાસો

  ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી. પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે પીડિતાની લાશને પરિવારને સોંપવાના બદલે બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધા હતા.  ત્યારબાદ સમગ્ર મામલે આગ પકડાઈ હતી. પોલીસે આખા ગામને કોર્ડન કરી લીધું હતું. અને મીડિયા સહિત કોઈને પણ પીડિત પરિવારને મળવા દેવામાં આવ્યા ન હતા. જોકે, મામલો ભારે ગરમાયા બાદ પરિવારને મીડિયા સાથે મળવા દેવામાં આવ્યો હતો.
  Published by:ankit patel
  First published:October 12, 2020, 00:03 am

  ટૉપ ન્યૂઝ