મહારાષ્ટ્રઃ પ્રવાસી શ્રમિકોથી ભરેલી બસને ડમ્પરે ટક્કર મારી, 4 લોકોનાં મોત, 22 ઘાયલ

News18 Gujarati
Updated: May 19, 2020, 9:36 AM IST
મહારાષ્ટ્રઃ પ્રવાસી શ્રમિકોથી ભરેલી બસને ડમ્પરે ટક્કર મારી, 4 લોકોનાં મોત, 22 ઘાયલ
ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગલનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો, શ્રમિકો ઝારખંડ જઈ રહ્યા હતા

ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગલનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો, શ્રમિકો ઝારખંડ જઈ રહ્યા હતા

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલમાં મંગળવારે એક મોટી માર્ગ દુર્ઘટના (Road Accident)માં ડમ્પરે બસને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજ, બસમાં સવાર તમામ લોકો પ્રવાસી શ્રમિક (Migrant Workers) હતા અને ઝારખંડ (Jharkhand) જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવા કાર્ય શરૂ કરી દીધું છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મળતી જાણકારી મુજબ, મંગળવાર સવારે પ્રવાસી શ્રમિકોને ઝારખંડ લઈને જઈ રહેલી બસી જ્યારે યવતમાલ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા એક ડમ્પરે તેને ટક્કર મારી દીધી.

કહેવામાં આવી રહ્યું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો હિસ્સો ઘણો ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો, પંજાબઃ આશ્રમમાં ગયેલી 2 મહિલાઓ સાથે 4 પૂજારીએ કર્યું દુષ્કર્મ, બે આરોપીની ધરપકડ

ઘટનાસ્થળે સ્થાનિક લોકોની મદદથી પોલીસે બસ અને ડમ્પરમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા અને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો, હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાંય ટ્રમ્પનો ખુલાસો, રોજ લઈ રહ્યા છે મલેરિયાની દવા
First published: May 19, 2020, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading