બેંગકોકના પશ્ચિમી થાઈલેન્ડના ટંક પ્રાંતમાં શુક્રવારે શ્રમિકોની બસમાં અચાનક આગ લાગી હતી. શ્રમિકો બસની બહાર નીકળે તે પહેલા આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે 20 લોકો બસમાં જ બળીને મરી ગયા. આ દૂર્ઘટનામાં 27 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
આ મામલે સ્થાનિક મીડિયાના જણાવ્યાં પ્રમાણે પશ્ચિમી થાઈલેન્ડના ટક પ્રાંતમાં શ્રમિકોથી શ્રમિકોની એક બસમાં આગ લાગી ગઈ. આ બસમાં બેઠેલા બધા જ શ્રમિકો મ્યાન્મારના હતાં. પોલીસે જણાવ્યું કે બસની વચ્ચે આગ લાગી હતી. જેના કારણે આગળ બેઠેલા લોકો તો ઉતરી ગયા પરંતુ પાછળના લોકો બસમાંથી નીકળી ન શક્યાં. આ ઘટનામાં 20 લોકોની મોત બળીને થઈ છે. જ્યારે 27 લોકો બચીને નીકળવામાં સફળ થયાં હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે જેમાંથી એકની હાલત ગંભીર છે.
બેંગકોક પોસ્ટના જણાવ્યાં પ્રમાણે સ્થાનિક પોલીસે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, આગ એટલી ભયાનક હતી કે મરનાર માણસની અમે ઓળખ પણ નથી કરી શકતા તે સ્ત્રી છે કે પુરુષ. તેમની ઓળખ માટે અમે વિશેષજ્ઞોની
ટીમની જરૂર પડશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર