Home /News /national-international /જમ્મુ કાશ્મીર: ઉધમપુરમાં મોટી દુર્ઘટના; ઓવરલોડ બસ પલ્ટી ગઈ, એક મુસાફરનું મોત

જમ્મુ કાશ્મીર: ઉધમપુરમાં મોટી દુર્ઘટના; ઓવરલોડ બસ પલ્ટી ગઈ, એક મુસાફરનું મોત

ઉદમપુરમાં બસ પલ્ટી ખાઈ ગઈ

Udhampur Bus Accident: જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં મુસાફરોથી ખિચોખિચ ભરેલી એક બસ પલ્ટી મારી ગઈ હતી. આ બસ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય કેટલાય લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

વધુ જુઓ ...
    જમ્મુ કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશના ઉદમપુર જિલ્લામાં મોટી બસ દુર્ઘટના થઈ છે. બસ દુર્ઘટનામાં 1 શખ્સનું મોત થયું છે. જ્યારે 67 મુસાફરો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, બસમાં ક્ષમતા કરતા વધઆરે મુસાફરો સવાર હતા. આ કારણે બસ એક તરફ ઝુકી ગઈ હતી. તેમ છતાં પણ બસ ચાલકે કે કંડક્ટરે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. રસ્તામાં જતી વખતે બસનું સંતુલન ખરાબ થયું અને તે પલ્ટી ગઈ. બસ પલ્ટી ખાઈ જતાં ઘટનાસ્થળે કાળો દેકારો થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક શખ્સનું મોત થઈ ગયુ હતું અને કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાની સૂચના મળતા પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે.

    આ પણ વાંચો: કાશ્મીર: કુલગામમાં થઈ ફાયરિંગ, સેના અને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો



    કહેવાય છે કે, દુર્ઘટનાનો શિકાર થયેલી બસમાં અમુક વિદ્યાર્થીઓ પણ હતા. જાણકારી અનુસાર, પ્રાઈવેટ બસની ક્ષમતાથી વધારે મુસાફરો સવાર હતા. ત્યારે આવા સમયે ડ્રાઈવર બેકાબૂ થયો અને બસ ખીણમાં જઈ પડી. આ દુર્ઘટના ઉધમપુર જિલ્લાના માનસર મોર પાસે થઈ છે. ઘાયલોને ઉધમપુર જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.


    સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો શિકાર થયાં બાદ બસ 40 ફુટ નીચે ખાડામાં જઈ પડી હતી. તેમનું કહેવું હતું કે, ઘાયલોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અને ઓફિસે જતાં કર્મચારીઓ હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત સ્થિર છે. થોડા દિવસ પહેલા જમ્મુના પૂંછમાં એક બસ લગભગ 250 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. ઘાયલ લોકોમાંથી અમુકને જમ્મુ તથા કાશ્મીરમાં મોકલવામાં આવ્યા હતાં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jammu and kashmir

    विज्ञापन
    विज्ञापन