ઈજિપ્તમાં મોટી દુર્ઘટના: મીનિબસ નહેરમાં ખાબકી, 22 લોકોના મોત
bus accident in egypt
Egypt Bus Accident: ઉત્તરી મિસ્ત્રમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ છે. દકાહલિયા પ્રાંતમાં એક મીનિબસ નહેરમાં ખાબકી હતી, દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે, તો વળી 7 લોકો ઘાયલ થયા છે.
મિસ્ત્ર: ઉત્તરી મિસ્ત્રમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ છે. દકાહલિયા પ્રાંતમાં એક મીનિબસ નહેરમાં ખાબકી હતી, દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે, તો વળી 7 લોકો ઘાયલ થયા છે. મિસ્ત્રના સ્વાસ્થ્ય મંત્રાલયે એક જાણકારી આપતા કહ્યું કે, બસ નેશનલ હાઈવેથી ઉતીરીને ઉત્તરી ડકહલિયા વિસ્તારમાં આગામાં મંસૌરા નહેરમાં ખાબકી હતી.
સ્થાનિક અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, દુર્ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળ પર 18 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. દુર્ઘટનાના ઘાયલ થયેલા લોકોના હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં પોલીસ અધિકારી નહેરમાંથી લાશો કાઢતા દેખાઈ રહ્યા છે.
બસમાં સ્ટૂડન્ટ્સ ગ્રુપ પણ સામેલ હતું
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, આ દુર્ઘટનામાં બસમાં લગભગ 46 મુસાફરો સવાર હતા, આ દુર્ઘટનામાં એક ગ્રુપ પણ સામેલ છે, જે તમામ વિદ્યાર્થીઓ હતા. દુર્ઘટનામાં મોત થયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોમાં 6 મહિલા અને 3 બાળકો પણ સામેલ છે.
અધિકારીઓનુંક હેવુ છે કે, આ દુર્ઘટનામાં જે પરિવારમાં કમાણી કરનારા સભ્યોના મોત થયા છે. તેમને 100,000 મિસ્ત્ર પાઉન્ડનું વળતર આપવામાં આવશે, તો વળી પીડિત પરિવારોને 25,000 પાઉન્ડ અને ઘાયલોને 5000 પાઉન્ડની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં પીડિતોના પરિવારને સરકારના કલ્યાણ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર